લાલકૃષ્ણ અડવાણીએ યાદ કરી સોમનાથથી અયોધ્યા યાત્રા, જાણો શું સંસ્મરણો તેમણે તાજા કર્યા?

  • January 13, 2024 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દેશભરમાં આ મહોત્સવ માટે હરખ જોવા મળી રહ્યો છે. ત્યારે પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સમારોહ પહેલા એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે 1990ના દાયકાને યાદ કરતાં ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. આ પત્રમાં બીજેપી નેતાએ સોમનાથથી અયોધ્યાની યાત્રાને યાદ કરી છે. વખતોવખત સુધી લાલકૃષ્ણ અડવાણીએ આ યાત્રા કાઢી હતી. તે વેળાના સંસ્મરણો તેમણે પત્ર દ્રારા તાજા કર્યા છે.


લાલકૃષ્ણ અડવાણીએ જણાવ્યું હતું કે, 'નિયતીએ મને 1990માં સોમનાથથી અયોધ્યા સુધીની શ્રીરામ રથયાત્રાના રૂપમાં મહત્વપૂર્ણ ફરજ નિભાવવાની તક આપી. હું માનું છું કે કોઈપણ ઘટના વાસ્તવિકતામાં બને તે પહેલાં વ્યક્તિના મનમાં આકાર લે છે. તે સમયે મને લાગ્યું કે નિયતિએ નક્કી કર્યું છે કે એક દિવસ અયોધ્યામાં શ્રીરામનું ભવ્ય મંદિર ચોક્કસપણે બનશે.'


આ સાથે એમ પણ કહ્યું હતું કે, રામ જન્મભૂમિ પર શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવાની ભાજપની પ્રબળ ઈચ્છા અને સંકલ્પ છે. 1980ના દાયકાના મધ્યમાં જ્યારે અયોધ્યા મુદ્દો રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં આવ્યો, ત્યારે મને યાદ આવ્યું કે કેવી રીતે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રાજેન્દ્ર પ્રસાદ અને કેએમ મુનશી જેવા રાજકીય દિગ્ગજોએ અસરકારક નેતૃત્વ દ્વારા તમામ અવરોધો સામે  સ્વતંત્ર ભારતમાં ઐતિહાસિક મંદિર ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પ્રભાસપાટણ ખાતેનું સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો.


આ સાથે લાલકૃષ્ણ અડવાણીએ વેદના વ્યક્ત કરતા કહ્યું કે, 'તે દુઃખદ છે કે સોમનાથની જેમ અયોધ્યામાં શ્રીરામના જન્મસ્થળ પર બનેલું મંદિર પણ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરનાર આક્રમણખોર બાબરના હુમલાનું નિશાન બન્યું હતું. 1528માં, બાબરે તેના સેનાપતિ મીર બાકીને અયોધ્યામાં એક મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો, જેથી તે સ્થાનને દેવદૂતોના વંશનું સ્થાન બનાવી શકાય, તેથી તેનું નામ બાબરી મસ્જિદ પડ્યું.'


લાલકૃષ્ણ અડવાણીની આ રથયાત્રાને 33 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે સમગ્ર રથયાત્રા દરમિયાન વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે હતા. તે સમયે નરેન્દ્ર મોદી બહુ પ્રખ્યાત ન હતા પરંતુ તે સમયે ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવા માટે નિયતિએ તેમને પસંદ કર્યા હોવાનું પણ ખૂદ લાલકૃષણ અડવાણીએ આ વેળા કહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News