કોટડાપીઠા પીએચસી સેન્ટર કાયમી ડોકટરવિહોણું

  • May 19, 2023 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોટડાપીઠા ગામે પ્રા.આ.કેન્દ્ર (પીએચસી) સરકારે લાખો ‚પિયાના ખર્ચે દવાખાનું તેમજ સારવાર માટે અદ્યતન સાધનો છે. પરંતુ ખાટલે મોટી ખોટ મુજબ હાલ આ પ્રા.આ. કેન્દ્રમાં બે ડોકટરની જગ્યા છે. જેમાં એક એમબીબીએસ ડોકટર તેમજ એક આયુર્વેદ (બીએચએએમ) ડોકટરની જગ્યા છે તેમાં બંને ડોકટરની જગ્યા ઘણા સમયથી બદલી થયા બાદ બંને ડોકટરની જગ્યા ખાલી છે. એમબીબીએસ ડોકટરની બદલી થયા બાદ અઠવાડીયામાં બે દિવસ ઇન્ચાર્જ ડોકટર આવે છે. પ્રા.આ.કેન્દ્ર નીચે ૧૪ (ચૌદ) ગામના લોકો સારવાર માટે આવતા હોવાથી અને પીએચસીમાં કાયમી ડોકટર ન હોવાથી દર્દીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application