જામજોધપુર પંથકના તોફાની વરસાદને લઈને કોટડા બાવીસી (વેણુ) ઓવરફલો

  • July 20, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરમાં ગઈકાલે સવારે ધીમીધારે વરસાદ વરસતા બપોરે બે વાગ્યા પછી શહેર ઉપરાંત તાલુકામાં સત્તાપર ધ્રાફા-જામવાળી, ભૂપત આંબરડી, ધુનડા, બગધરા સહિત ગ્રામ્ય વિસ્તાર જળબંબાકાર થઈ ગયા હતા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા છેલ્લા ૨૪ કલાકમાં જામજોધપુર તાલુકામાં જુદા જુદા વિસ્તારમાં આઠથી દસ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હોવાથી ચોમેર પાણી ફરી વળ્યા છે. અનેક નદી નાળામાં ઘોડાપુર આવ્યા છે. ઉમિયાધામ મંદિર પરિસરમાં પાણી ફરી વળ્યા છે. ઉપરાંત જામજોધપુર તથા અનેક ગામોમાં પાણી ભરાયા છે. જેના કારણે અનેક નદી નાળામાં ઘોડાપુર આવ્યા હતા અને નદી ગાંડીતુર બની હતી.
​​​​​​​
ઉમિયાધામ તરફના પુલ પર પાણી ફરી વળ્યા હોવાથી માર્ગ બંધ થયો હતો. ઉમિયા માતાજીના મંદિર પરિસરમાં પણ પહેલી વખત પાણી ફરી વળ્યા હતા. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જલ ભરાવ જેવી સ્થિતિ થઈ છે કોટડા બાવીસી ડેમ પણ ઓવરફલો થયો હતો ભારે વરસાદને કારણે સીદસર પાસેનો બીન ઉપયોગી રાજાશાહી વખતનો પુલ ધરાશયી થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application