અલંગમાં સ્ક્રેપના વેપારી સાથે કોલ્હાપુરના શખ્સે રૂા.૧૨.૨૧ લાખની છેતરપિંડી

  • July 06, 2023 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

અલંગના વાડી વિસ્તારમાં રહેતા વેપારી સાથે એલ્યુમિનિયમ અને કોપરના કેબલ વાયર આપવાનું કહીં અલંગના સ્ક્રેપના વેપારીને કોલ્હાપુરના શખ્સ રૂા.૧૨.૨૧ લાખથી વધુની છેતરપિંડી આચરી હતી.આ બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ અલંગના વાડી વિસ્તારમાં રહેતા અને હનુમાન પાટિયાની બાજુમાં ચામુંડા સ્ક્રેપ નામનો પ્લોટ નં.૩૦૪ ધરાવતા રાજુભાઈ રાઘવભાઈ -જાંબુચાએ તેના મિત્ર જયેશભાઈ ૩ પરમાર મારફત એલ્યુમિનિયમ અને કોપર વાયરની દલાલી કરતો રિઝવાન નઝીમખાન - ઈસાકખાન (રહે, સાહુનગર, ૧૧૮/૩, ઈચ્છલ કરણજી, કોલ્હાપુર, મહારાષ્ટ્ર) સંપર્ક  થતાં શખ્સ વેપારીનો વિશ્વાસ કેળવી કોપર અને એલ્યુમિનિયમના કેબલ (સ્ક્રેપ)નો માલ ને આપવા જણાવતા ગત તા.૯-૫ના રોજ વેપારીએ આઈસર ગાડીને સંબલપુર ખાતે મોકલી હતી. 


જ્યાં આ શખ્સ ગાડીમાં માલ  લોડ કરાવી દીધાનું કહેતા વેપારીએ ડ્રાઈવર  પાસે ખરાઈ કરી હતી. ત્યારબાદ રિઝવાન|નામના શખ્સ ૯ ટન, ૨૦ કિલો એલ્યુમિનિયમ અને કોપર વાયરના કિ.રૂા.૯,૨૭,૦૦૮ તેના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. જ્યારે દલાલી- ક્રેન લોડીંગના રૂા.૨,૯૪,૦૦૦ પી.એમ.આંગડિયા મારફત કોલ્હાપુર ખાતેથી મેળવી લઈ મુળ પાર્ટીને માલના રૂપિયા ન આપી બે દિવસ આઈસર કંપનીમાં પડ્યું રહ્યું હતું. ત્યારબાદ પેમેન્ટ મુળ વેચનાર પાર્ટી સુધી ન પહોંચતા આઈસરમાં ભરેલો સામાન ખાલી કરી નાંખવો પડ્યો હતો. 


જ્યારે રિઝવાને અલંગના વેપારીના લાખો રૂપિયા ચાઉં કરી પોતાનો ફોન સ્વીફ કરી દીધો હતો. બે માસ પૂર્વે બનેલા બનાવ અંગે રાજુભાઈ જાંબુચાએ આજે કોલ્હાપુરના શખ્સ સામે અલંગ | પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે -આઈપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application