રામનું જ્ઞાન, રામનું નામ અને રામનું કામ ત્રણે થવું જોઇએ: મોરારિબાપુ

  • August 07, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ યાત્રામાં આખું ભારત ફુલો વરસાવી રહ્યું છે આપણી યાત્રા (સમાચારો)થી ભરેલા છે, અંગ્રેજી અખબારો પણ આપણી યાત્રાની નોંધ લે છે




 નાગરઘાટની પાવન ભૂમિ મમલેશ્વર યોતિલિગ ઓમકારેશ્વરમ(મ.પ્ર.)ખાતે દસમા દિવસની કથાનો આરભં કરતા બાપુએ કહ્યું કે બ્રહ્મસત્ય,જગત મિથ્યા એવો ઉદઘોષ કરનાર શંકરાચાર્ય રેવા નદીના તટ ઉપર આવ્યા,બધું જ ભૂલી અને નર્તન કરવા લાગ્યા.ભારતની નદીઓનો આ મહિમા છે,દરેક નદીને ઇતિહાસ છે,પોતાની ગતિ છે,પોતાનો સ્વભાવ છે–એવા આ સ્થાનમાં યાં પ્રગટ અને અપ્રગટ યોતિ બિરાજમાન છે.એક ને આપણે જોઈ શકીએ છીએ,એક અપ્રગટ છે એના દર્શન માટે કોઈ આંખની જર પડે છે.મહાપુષો જોઈ શકે છે.એક છે બુદ્ધ પુષની નખયોતિ–જેના આપણે દર્શન કરી શકીએ છીએ.આપણા ગ્રંથોમાં એવું પણ લખ્યું છે ગુ કુનખ નહીં હોવો જોઈએ,નખપાદની મહદ પૂજા કરીએ છીએ.બીજી છે ગુની નેત્રયોતિ કોઈપણ ને મળી જાય... અને ત્રીજી યોતિ આત્મયોતિ છે જે અપ્રગટ છે,એના માટે નવા ચક્ષુ જોઈએ.તુલસીજીએ સાધન બતાવ્યું:ગુની નખયોત,જો તેનું સ્મરણ કરો તો–અર્જુનને કહેવું પડું કે તને ચક્ષુ પ્રદાન કં છું,ગુની માત્ર નખયોતિનું ધ્યાન કરવાથી ચિંતન કરવાથી અર્જુનને ગીતા કથન પછી જે મળ્યું એ આપણને એમજ શિઘ્ર મળી જાય.અહીં બે પમાં–એક ઓમકાર પ અને બીજું પાર્થિવ મમલેશ્વર છે,આ યોતિલિગ છે.હત્પં કહેતો હોઉં છું કે મંદિરમાં આપણે બે દીવા પ્રગટાવવા જોઈએ.અહીં પરમતત્વએ બે યોતિ પ્રગટાવી છે.સાધના,તપસ્યા,અનુાન અને પ્રયોગની આ ભૂમિ છે.અહીંનો થોડો મહિમા સંતોથી, ગ્રંથોના અવલોકનથી,વિશેષ ગુકૃપાથી તેમજ ભજન પ્રભાવથી કહત્પં તો ત્રણ પાત્ર જોડાયેલા છે:બે રામાયણના અને એક વશં કે કુળના પમાં પણ જોડાયેલું છે.



વિશિષ્ટ્ર ભસ્મ આરતી માટે વિખ્યાત મહાકાલનું અનોખું છે મહત્વ

મહાકાલેશ્વર એક આદરણીય હિંદુ મંદિર છે અને ભગવાન શિવને સમર્પિત બાર યોતિલિગોમાંનું એક છે.તે ભારતના મધ્ય પ્રદેશ રાયના પ્રાચીન શહેર ઉૈનમાં આવેલું છે. આ મંદિર ભારતના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંનું એક છે અને ભગવાન શિવના ભકતો માટે ખૂબ જ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.મહાકાલેશ્વર મંદિર દ્ર સાગર સરોવરના કિનારે આવેલું છે અને તે તેના અનન્ય સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે. મંદિરની ઉત્પત્તિ પ્રાચીન સમયથી શોધી શકાય છે, અને તે સદીઓથી અનેક નવીનીકરણ અને વિસ્તરણમાંથી પસાર થયું છે.



મહાકાલેશ્વર મંદિરમાં મુખ્ય દેવતા ભગવાન શિવ છે, જે બ્રહ્માંડના શાશ્વત પ્રકાશનું પ્રતિનિધિત્વ કરતા યોતિલિગના પમાં પૂજાય છે. લિંગ, ભગવાન શિવનું પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ,મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવ્યું છે.


મંદિર તેની વિશિષ્ટ્ર ભસ્મ આરતી માટે જાણીતું છે, એક ધાર્મિક વિધિ યાં પૂજારીઓ દ્રારા ભગવાન શિવને અર્પણ તરીકે લિંગને પવિત્ર રાખ (ભસ્મ)થી શણગારવામાં આવે છે.



ભસ્મ આરતી વહેલી સવારે થાય છે અને મોટી સંખ્યામાં ભકતોને આકર્ષે છે.ઉૈન, શહેર યાં મહાકાલેશ્વર આવેલું છે, તે હિંદુ ધર્મમાં સાત પવિત્ર શહેરો (સ પુરી) પૈકીનું એક માનવામાં આવે છે.તે સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે, અને મંદિર સિવાય, મુલાકાતીઓ શહેરના અન્ય પ્રાચીન મંદિરો અને ઐતિહાસિક સીમાચિ઼ોનું અન્વેષણ કરી શકે છે.મંદિરની ભવ્યતા,આધ્યાત્મિક વાતાવરણ અને તેના ઉપાસકોની ભકિત મહાકાલેશ્વરને દેશભરના અને બહારના યાત્રાળુઓ માટે એક મહત્વપૂર્ણ સ્થળ બનાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application