જાણો, 22 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ મુર્મુ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે કે પછી કરશે કાલારામ મંદિરની આરતી?

  • January 13, 2024 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર લખ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ  રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને ખાસ ધાર્મિક આયોજનનું આમંત્રણ આપવા માટે આ પત્ર લખ્યો છે. જીહા, આગામી તા. 22 જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામમંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે આ તરફ 22 જાન્યુઆરીના રોજ નાસિકના કાલારામ મંદિરમાં ખાસ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. કાલારામ મંદિરની આ આરતીમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ ખાસ આમંત્રણ આપ્યું છે.


ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમગ્ર દેશ માટે મહત્વની છે. આ માટે અમે કાલારામ મંદિરમાં આરતી કરી રહ્યા છીએ. જેના માટે રાષ્ટ્રપતિને ખાસ પત્ર દ્રારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મહત્વનું છે કે શિવસેના (યૂબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને એ સમયે નિમંત્રણ પાઠવ્યું છે કે જ્યારે રાષ્ટ્રપતિને રામમંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. હવે જોવાનું એ રહે છે કે રાષ્ટ્રપતિ ક્યા આયોજનમાં ઉપસ્થિત રહે છે.


આ સાથે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, રામ મંદિરનું નિર્માણ મારા પિતાનું પણ સપનું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે,આજે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તે ખુશીની ક્ષણ છે, પરંતુ પ્રાણપ્રતિષ્ઠા માટે શંકરાચાર્ય સાથે ચર્ચા થવી જોઈતી હતી. ઉદ્ધવે એમ પણ કહ્યું કે 22 જાન્યુઆરીએ તેઓ ગોદાવરી નદીના કિનારે આરતી કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News