બોલિવૂડ એક્ટર હ્રતિક રોશને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાના દમ પર ઘણી ફિલ્મો બ્લોકબસ્ટર પણ બનાવી છે. થોડા સમય પહેલા રિલીઝ થયેલી તેની ફિલ્મ વોરે પણ સારું એવું મનોરંજન આપ્યું હતું અને ફિલ્મની કમાણી ઘણી જ શાનદાર રહી હતી. આવી સ્થિતિમાં હ્રતિક રોશનને જ સફળતાની ગેરંટી માનવામાં આવે છે. પરંતુ ફિલ્મ ફાઇટરમાં તેની સામે છે અભિનેત્રી દીપિકા પાદુકોણ, જે પોતાનામાં જ સફળતાનું પ્રતિક બની ગઈ છે. તેની અગાઉની ફિલ્મોના રેકોર્ડ પણ કઇક એ જ સંકેત આપે છે. આમ, હ્રતિક અને દીપિકાની જોડી સોનામાં સુગંધ ભળવા સમાન બની રહે છે. પણ અહીં ખાસ વાત કરવાની છે દીપિકા પાદુકોણની.
દીપિકાએ એક્શન બતાવ્યું હતું તે ફિલ્મ રહી સુપરહિટ
દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાક સમયથી ઈન્ડસ્ટ્રીની અગ્રણી અભિનેત્રી બની ગઈ છે. તે જે પણ ફિલ્મમાં જોવા મળે છે એ ફિલ્મ ખૂબ જ સારી ચાલી જાય છે. એટલું જ નહીં તે ફિલ્મમાં એકશન કરે તો ફિલ્મ સુપરડુપર હિટ થાય તે નિશ્ચિત બની રહે છે. દીપિકા પાદુકોણે બાજીરાવ મસ્તાની, પઠાણ અને ચેન્નાઈ એક્સપ્રેસ જેવી ફિલ્મોમાં પોતાનું એક્શન બતાવ્યું છે.
દીપિકા પાદુકોણનો આ એક્શન મોડ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં ડબલ રોલ કરીને ડેબ્યૂ કરનાર અભિનેત્રી દીપિકા પાદુકોણે બોલિવૂડમાં પગ મૂકતાં જ બતાવી દીધું હતું કે તે ટેલેન્ટથી ભરપૂર છે. તેણીએ તેના શાનદાર અભિનયથી દિગ્દર્શકોનો વિશ્વાસ જીત્યો અને એક પછી એક ભૂમિકાઓ ન માત્ર મેળવી બલ્કે ખૂબ સારી રીતે તેના પાત્રને ન્યાય આપી અભિનયના ઓજસ પાથર્યા.
લાગે છે કે દર્શકોને પણ દીપિકાનો એક્શન મોડ પસંદ આવ્યો છે. તેથી જ તેની બધી ફિલ્મો સુપરહિટ, બ્લોકબસ્ટર અથવા ઓલ ટાઈમ બ્લોકબસ્ટર બની રહી છે. ત્યારે ફાઇટરના ટ્રેલર, ગીતને હાલ ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને દીપિકાની એક્શનથી ભરપૂર ફિલ્મ બોક્સઓફિસ પર ગજબની કમાલ કરી દે છે. આ જોતા એવા કયાસ લગાવવામાં આવે છે કે ફાઇટર રિલીઝ થતા તેને જબરદસ્ત રિસ્પોન્સ મળવાનો છે. ફિલ્મ રિલીઝ થયા બાદ આગામી થોડા દિવસોમાં હ્રતિક રોશન આરામથી બેસીને માત્ર તેની ફિલ્મની કમાણી જોતો જોવા મળશે. ટ્રેલરને ચાહકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે વર્ષ 2024ની શરૂઆત હ્રતિક રોશન અને દીપિકા પાદુકોણની ફાઈટર સાથે ધમાકેદાર થવા જઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech