દેશમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે જોર પકડયું છે. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન રામ સાથે સંબંધિત તમામ રચનાઓને એક કોમન હેશ ટેગ સાથે શેર કરવા દેશવાસીઓને અપીલ કરી રહ્યા છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર પણ રામનામ દ્રારા ભકિતમય વાતાવરણ અને એકજૂટતા સાધવાનો આ પ્રયાસ છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂદ આ પહેલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભગવાન શ્રીરામને આવકારતું સ્વાતિ મિશ્રાનું એક ભજન શેર કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભજનની યુટ્યુબ લિંક શેર કરતી વખતે લખ્યું છે કે, "શ્રી રામલલાના સ્વાગતમાં સ્વાતિ મિશ્રાજીનું આ ભક્તિમય ભજન મંત્રમુગ્ધ છે..." અહીં વડાપ્રધાને ભગવાન રામનું ભજન શેર કર્યું છે સાથે જ સ્વાતિ મિશ્રાની પણ આ રચના માટે પ્રશંસા કરી છે. ત્યારે આપને જણાવીએ કે આખરે કોણ છે સ્વાતિ મિશ્રા. વાસ્તવમાં, સ્વાતિ મિશ્રા બિહારના છાપરાની રહેવાસી છે. આ ભજન પહેલા છઠ્ઠી મૈયા વિશે ગાયેલા તેમના ગીતો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. હાલ તો સ્વાતિ મિશ્રા મુંબઈ છે અને સંગીત ક્ષેત્રે તે પોતાની ઓળખ બનાવી રહ્યા છે. જો કે રામભગવાનના આ ભજન પહેલા તેમને આટલી પ્રસિદ્ધિ મળી ન હતી, પરંતુ તેમનું રામ ભગવાનનું ભજન અને રીલ્સ ખૂબ જ વાયરલ થયા હતા. ત્યારે હવે રામ મંદિરના ઉદ્ધાટન પૂર્વે રામલલાના સ્વાગતમાં પીએમ મોદીએ તેમનું ભજન શેર કર્યું છે અને સ્વાતિ મિશ્રાનું આ ભક્તિમય ભજન મંત્રમુગ્ધ છે તેમ પણ કહ્યું છે.
આપને જણાવી દઇએ કે સ્વાતિ મિશ્રાનું આ ભજન પહેલેથી જ એટલું લોકપ્રિય બનેલું છે. આ ભજન અને તેની રીલ્સ પણ એટલી વાયરલ થઇ છે. ખાસ કરીને 'राम आएँगे तो अंगना सजाऊँगी, दिप जलाके दिवाली मनाऊँगी' પરની રીલ્સ ખૂબ જ લોકપ્રિય બની છે. ત્યારે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતિ મિશ્રાના ભજનને #ShriRamBhajan સાથે શેર કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech