જાણો આગામી 5 દિવસમાં તમારા શહેરમાં ક્યારે થશે મેઘો મહેરબાન...

  • July 01, 2023 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના વિડીયો પણ સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં છેલ્લા કલાકો દરમિયાન ભારે વરસાદ થયો છે અને આગામી દિવસમાં વધુ વરસાદની સંભાવના છે.


દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી અને તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને વાહનવ્યવહારને અસર થઈ હતી, કારણ કે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ગ્રામીણ ભાગોમાં કેટલાક રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા.


સૌરાષ્ટ્રના ગીર વિસ્તાર અને જૂનાગઢમાં પણ સરેરાશ વધુ વરસાદ નોંધાયો છે. વિસ્તારના કેટલાય ડેમ ચોમાસાની શરૂઆતમાં જ ઓવર ફ્લો થઇ ચુક્યા છે. જુનાગઢ જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને પગલે ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફની એક ટીમ ખડે પગે રાખવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application