હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર એરિયલ એક્શન ફિલ્મ ફાઈટરનું ટ્રેલર આજે રિલીઝ થઇ ગયું છે. આ ટ્રેલરને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મના રિલીઝ થયેલા ત્રણેય ગીતો અને ટીઝરને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે રિલીઝ થયેલા ટ્રેલરને સોશિયલ મીડિયા પર સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આપને જણાવી દઇએ કે ટ્રેલર રિલીઝ થાય તે પહેલા જ દીપિકા પાદુકોણે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણીએ તેના સ્ક્વોડ્રનને શુભેચ્છા પાઠવી છે અને ટીમ સાથે ન હોવાનો સંકેત પણ આપ્યો હતો.
હૃતિક રોશન અને દીપિકા પાદુકોણને ઓન સ્ક્રીન પ્રથમ વખત જ ચમકાવતી ફિલ્મ ફાઇટરે સૌ કોઇમાં ઉત્સુકતા જગાવી છે. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ ટ્રેલર રિલીઝ થાય તે પૂર્વેજ દીપિકાએ ટીમ ફાઇટરને શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર તેણે પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે સંકેત પણ આપી દીધો હતો કે તે ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપશે નહીં. જો કે તેણીનું હાજર ન રહેવા માટેનું કારણ પણ જાણવા મળ્યું છે કે તે બિમાર છે. બિમાર હોવાને કારણે તે ફિલ્મ ફાઇટરના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં હાજર રહી શકશે નહી તેવો સંકેત આપ્યો હતો. આ વેળા દીપિકાએ એમ પણ લખ્યું હતું કે, મારા સ્ક્વોડ્રનને મિસ કરીશ.
ગઈકાલે રિતિક રોશને ફિલ્મ ફાઈટરનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું. જેમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર જોવા મળ્યા હતા. પોસ્ટરમાં 'ફાઇટર'ના ત્રણેય પાયલટોની આંખો જુસ્સા અને ગર્વથી ભરેલી જોવા મળી રહી છે. પોસ્ટરની પૃષ્ઠભૂમિમાં ત્રિરંગાની ઝલક દેખાય છે, જે આદર અને દેશભક્તિની લાગણીને વધારે છે. 25 જાન્યુઆરી, 2024ના આ ફિલ્મ રિલીઝ થવાની છે. ત્યારે આજે રિલિઝ થયેલા ફાઇટરના ટ્રેલરે ફિલ્મ રસિકોમાં ફાઇટર જોવા માટેનો ઉત્સાહ વધારી દીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech