આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન ઇન્ડીયા માટે કોંગ્રેસે સીટ શેરીંગ ફોર્મ્યુલા તૈયાર કરી છે. જેનો રિપોર્ટ આવતીકાલે એટલે કે બુધવારે તા.3 જાન્યુઆરીના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોંપવામાં આવશે. સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર કોંગ્રેસ 9 રાજ્યોમાં ગઠબંધન કરવા જઈ રહી છે. આ સાથે પંજાબમાં ગઠબંધનની શક્યતા ઘણી ઓછી દેખાઈ રહી છે. કોંગ્રેસે આ મામલે રાજ્ય એકમો સાથે ચર્ચા કરી છે અને રિપોર્ટ લગભગ તૈયાર છે. તે રિપોર્ટ આવતીકાલે સોપવામાં આવશે. ત્યાર બાદ કોંગ્રેસ નેતૃત્વ સીટ વહેંચણી અંગે સહયોગી પક્ષો સાથે વાતચીત કરશે.
કયા રાજયોમાં ગઠબંધનની શકયતા
લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ તેના સાથી પક્ષો સાથે ગઠબંધન કરી શકે છે. કોંગ્રેસ આશરે નવ રાજયોમાં ગઠબંધન કરી શકે છે તેવી માહિતી છે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુમાં ગઠબંધન કરી શકે છે. અહીં મહત્વની વાત એ છે કે, એક તરફ કોંગ્રેસ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે પણ બીજી તરફ પંજાબમાં ગઠબંધનની શક્યતાઓ ઓછી જણાય છે.
YSRTP આંધ્રપ્રદેશમાં કોંગ્રેસમાં ભળી જશે
આ સિવાય વાયએસ શર્મિલા પોતાની પાર્ટી વાયએસઆર તેલંગાણા પાર્ટી (વાયએસઆરટીપી)ને આંધ્રપ્રદેશમાં કોંગ્રેસમાં વિલય કરી શકે છે. સૂત્રોને ટાંકીને જાણવા મળ્યું છે કે તેઓ આ સપ્તાહના અંતમાં દિલ્હી આવશે અને અહીં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. વાયએસ શર્મિલાને રાજ્યસભા, AICC મહાસચિવ અને આંધ્રપ્રદેશના PCCની ઑફર કરવામાં આવી હતી. શર્મિલાએ કોંગ્રેસની ઓફર સ્વીકારી લીધી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ શર્મિલાને મોટી જવાબદારી આપીને રાજ્યમાં ફરી ઉભા થવાનો પ્રયાસ કરશે. આ પહેલા શર્મિલાએ તેલંગાણા વિધાનસભા ચૂંટણી વખતે પણ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં એર શો પહેલા વિમાન ક્રેશ, પાઇલોટનું મોત
April 25, 2025 02:16 PMઆઠ વર્ષ જૂના કોમર્શિયલ વાહનો સ્ક્રેપ કરાવનારને આરટીઓના લેણા માફ
April 25, 2025 02:14 PMજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech