ટીમ ઈન્ડિયાએ હાલમાં જ અફઘાનિસ્તાનને ટી20 શ્રેણીમાં 3-0થી હરાવ્યું છે. જેને કારણે આ શ્રેણી પર કબજો મેળવી લીધો છે. આ તરફ આઇસીસીએ ટીમ ઈન્ડિયાની ટી20 સિરીઝ જીત્યા બાદ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને ઘણો ફાયદો થયો છે. તે ટી20 રેન્કિંગમાં ટોપ 10માં પહોંચી ગયો છે. ઈન્દોરમાં રમાયેલી મેચમાં યશસ્વીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. જેનો તેને ખૂબ જ ફાયદો થયો હોવાનું ધ્યાને આવ્યું છે. યશસ્વીએ રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. તેને 7 સ્થાનનો ફાયદો થયો છે. આ સાથે તે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયો છે.
બેટ્સમેનોની ટી20 રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ ટોપ પર યથાવત છે. તેને 869 રેટિંગ મળ્યું છે. ફિલિપ સોલ્ટ બીજા નંબર પર છે. પાકિસ્તાનનો બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ત્રીજા નંબર પર અને બાબર આઝમ ચોથા નંબર પર છે. સાઉથ આફ્રિકાનો દિગ્ગજ ખેલાડી એડન માર્કરામ પાંચમા નંબરે છે. યશસ્વી છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. તેને 7 સ્થાનનો ફાયદો થયો છે. ભારતીય બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ 9મા સ્થાને છે. તેને એક સ્થાનનું નુકસાન થયું છે.
ટીમ ઈન્ડિયાએ ટી20 સિરીઝની બીજી મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં યશસ્વી ઓપનિંગ કરવા માટે આવ્યો હતો. તેણે 34 બોલનો સામનો કરીને 68 રન બનાવ્યા હતા. યશસ્વીએ 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 200 થયો હતો. આમ, અફધાનિસ્તાન અને ઇન્ડિયા વચ્ચેની ટી20 શ્રેણીમાં સારો દેખાવ કરવા બદલ યશસ્વીને ટોપ ટોનમાં સ્થાન પ્રાપ્ત કરવાની આ ખાસ ભેટ મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech