ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના વિનરની જાહેરાત થોડા જ કલાકમાં થઈ જશે. આ મેગા ફાઈનલ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન અને ટુ પર હતી. કોલકાતાએ બે વખત આઈપીએલ ટ્રોફી જીતી છે જ્યારે હૈદરાબાદે એક વખત જીતી છે. સૌની નજર KKRના કેપ્ટન શ્રેયસ અય્યર અને SRHના પેટ કમિન્સ પર ફોકસ રહેશે.
IPLની બે ટોચની ટીમો આ વખતે ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે. કોલકાતાએ ક્વોલિફાયરમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી લીધી હતી. હૈદરાબાદે એલિમિનેટર 2માં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધી બંને ટીમોની સફર શાનદાર રહી છે. શ્રેયસ અય્યર અને પેટ કમિન્સે કેપ્ટન તરીકે મહત્વપૂર્ણ સમયે ટીમ માટે ઉપયોગી યોગદાન આપ્યું છે.
જો આઈપીએલમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચોની વાત કરીએ તો અહીં સ્પર્ધા એકતરફી રહી છે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે 26 મેચ રમી છે. કોલકાતાની ટીમ 17 વખત જ્યારે હૈદરાબાદ 9 વખત જીત્યું છે. આ સિઝનની વાત કરીએ તો કોલકાતાએ લીગ મેચમાં આ ટીમ સાથે પ્રથમ મેચ રમી હતી અને 4 રને જીત મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખનો મામલો ગોટે ચડ્યો : જાહેરાત મુલતવી રહેશે?
January 09, 2025 03:39 PMસતત ત્રીજા દિવસે પણ શેરબજારમાં કડાકો ૬૦૬ પોઈન્ટ ઘટીને ૭૭,૫૬૯ ઉપર ટ્રેડ થયો
January 09, 2025 03:37 PMતુલસીના માંજર ફેંકી દેતા પહેલા જાણી લો તેના 5 અદ્ભુત ફાયદા
January 09, 2025 03:37 PMજૂથવાદથી શહેર ભાજપ પ્રમુખપદનું કોકડું ગુંચવાયું
January 09, 2025 03:36 PMકરોડોના જી.એસ.ટી. ચોરીના કૌભાંડમાં મહેશ લાંગા સહિત ૩ની જામીનઅરજી રદ
January 09, 2025 03:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech