સિકકામાં લલચાવી-ફોસલાવીને સગીરાનું અપહરણ

  • August 09, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિકકાની શ્રીજી સોસાયટી વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી, ફોસલાવીને અપહરણ કરી ગયાની બિહારી શખ્સ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 


સિકકાના શ્રીજી સોસાયટી વિસ્તારમાં રહેતી એક સગીરાને ગત તા. ૫ના સમય દરમ્યાન બિહારનો છોટુકુમાર નામનો શખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે વાલીપણામાંથી ભગાડીને અપહરણ કરી ગયો છે.


આ અંગેની જાણ થતા સગીરાની માતા દ્વારા ગઇકાલે સિકકા પોલીસ સ્ટેશનમાં બિહારના ગાજીપુર જીલ્લાના ખાનપુર ગામના છોટુકુમાર ચંદન ચૌધરી નામના શખ્સ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ સીપીઆઇ વાઘેલા ચલાવી રહયા છે. આરોપીના આશ્રયસ્થાનો સહિતના વિસ્તારોમાં ચક્રો ગતીમાન કર્યા છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application