ખંભાળિયાના દારૂના કેસના આરોપીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કોર્ડ

  • January 04, 2023 11:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા પોલીસ મથકના દારૂના એક કેસમાં નાસતા ફરતા આરોપીને જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમેં ગોરધનપરના પાટીયા પાસેથી ઝડપી લીધો છે, અને ખંભાળિયા પોલીસને સુપ્રત કરી દીધો છે.


 દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના ૨૦૨૨ની સાલના દારૂ અંગેના કેસમાં નાસતા ફરતા રહેલા આરોપી નાઘેડી ગામમાં રહેતા આસિફ કાસમ કાટેલીયાને શોધવા માટે જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમે વોચ ગોઠવી હતી, અને જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામના પાટીયા પાસેથી સ્ટાફના ધર્મેન્દ્રભાઇ, લખધીરસિંહ, ગજેન્દ્રસિંહ અને કરણસિંહને મળેલી બાતમી આધારે તેને ઝડપી લીધો હતો.


 ઉપરોક્ત આરોપી છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હતો. જે  ગોરધનપર અને નાઘેડી ગામ તરફ આવી રહ્યો છે, તેવી જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમને બાતમી મળી ગઈ હતી. જેના આધારે વોચ ગોઠવી આરોપીને ઝડપી લેવાયો છે, અને ખંભાળિયા પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application