ખાલિસ્તાન-ગેંગસ્ટર્સના નેટવર્ક પર NIAની ત્રાટકી, અનેક શંકાસ્પદોની અટકાયત, હથિયારો અને દારૂગોળો કર્યા જપ્ત

  • September 27, 2023 06:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને દિલ્હી-એનસીઆર સહિત 7 રાજ્યોમાં એક સાથે એનઆઈએએ દરોડા પડ્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગેંગસ્ટર ટેરર નેટવર્ક સામે આજે મોટી કાર્યવાહી કરી છે. સૂત્રો મુજબ એનઆઈએ કુલ 53 સ્થળોએ દરોડા પાડી રહી છે. પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં છુપાયેલા ગેંગસ્ટરોના ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે સંબંધો હોવાના પુરાવા મળ્યા છે. ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા જ ગેંગસ્ટરોને હથિયારો મળી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને દરોડા પાડવામાં આવી રહ્યા છે.


NIA દ્વારા આ દરોડામાં ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે. સવારે શરૂ થયેલા આ દરોડામાં NIAએ 53 સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. કેનેડામાં હાજર ખાલિસ્તાન તરફી આતંકવાદીઓ અર્શ દલ્લા, લોરેન્સ બિશ્નોઈ અને સુખા દુનાકે જેવા મોટા ગેંગસ્ટરોના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. NIA એ આતંકવાદી અર્શ દલ્લા અને કેટલાક કુખ્યાત ગેંગસ્ટરો સાથે સંકળાયેલા આતંકવાદીઓ-ગેંગસ્ટરો-ડ્રગ સ્મગલરોની સાંઠગાંઠ પર ઘણા રાજ્યોમાં મોટા પાયે કાર્યવાહી દરમિયાન ઘણા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી.


દરોડા દરમિયાન પિસ્તોલ, દારૂગોળો, મોટી માત્રામાં ડિજિટલ પુરાવા અને ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. NIAએ ઓગસ્ટ 2022માં 5 FIR નોંધી હતી. આ એફઆઈઆરમાં આ સાતમી વખત છે જ્યારે NIAએ દરોડા પાડ્યા છે, આ સિવાય આ વર્ષે જુલાઈમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

  

NIAની તપાસ મુજબ, ભારતમાં અગાઉ ગેંગ ચલાવતા ઘણા મોટા ગેંગસ્ટરો તાજેતરના વર્ષોમાં વિદેશ ભાગી ગયા છે અને હવે ત્યાંથી તેમની આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે. NIAએ અત્યાર સુધીમાં 87 બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે અને 13 મિલકતો જપ્ત કરી છે. આ સિવાય 331 ડિજિટલ ડીવાઈસ, 418 દસ્તાવેજો અને બે વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. બે ભાગેડુઓને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે અને 15 આરોપીઓને ભાગેડુ ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 9 સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application