કેસ 2 વર્ષથી ચાલે છે પણ મારી ધરપકડ અત્યારે થઇ છે, રિમાન્ડનો સામનો કરવામાં અમને કોઈ વાંધો નથી, અમે તૈયાર છીએ : કેજરીવાલ
આજે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કસ્ટડી પૂરી થઈ રહી છે ત્યારે ઇડીએ તેમને ફરીથી કોર્ટમાં રજૂ કર્યા છે અને ૭ દિવસના રિમાન્ડની માંગણી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ 21 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી, તેને 22 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેને 6 દિવસ માટે ઇડી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
આજરોજ અરવિંદ કેજરીવાલે કોર્ટમાં કહ્યું, "હું ઇડી અધિકારીઓનો આભાર માનવા માંગુ છું કે મારી પૂછપરછ ખૂબ જ સારા વાતાવરણમાં કરવામાં આવી. આ કેસ 2 વર્ષથી ચાલી રહ્યો છે, પણ હવે છેક મારી ધરપકડ કરવામાં આવી છે, તેમ છતાં મને કોઈ કોર્ટ દોષિત ઠેરવવામાં આવ્યો નથી. ઇડીએ અત્યાર સુધીમાં 31 હજાર પેજના દસ્તાવેજો એકઠા કર્યા છે, માત્ર 4 નિવેદનોમાં મારો ઉલ્લેખ છે. અરવિંદનું નિવેદન છે કે મનીષ સિસોદિયાની હાજરીમાં કેટલાક દસ્તાવેજો આપવામાં આવ્યા છે. ધારાસભ્યો અને ઘણા લોકો મારા ઘરે આવે છે. હું કેવી રીતે જાણું કે તે શું કરે છે? શું આ એકમાત્ર નિવેદન મારી ધરપકડ કરવા માટે પૂરતું છે?
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે એક નિવેદન રાઘવ મંગુટાનું છે, તેઓ મારી પાસે જમીન માંગવા આવ્યા હતા, તો મેં કહ્યું કે જમીન એલજી હેઠળ આવે છે. ધરપકડ બાદ તેને પૂછવામાં આવ્યું કે શું તે મને મળ્યા ? તો પુત્રની ધરપકડથી પિતા ભાંગી પડેલા પિતાએ પોતાનું નિવેદન બદલી નાખ્યું. બાદમાં પુત્રને જામીન મળ્યા અને તે સરકારી સાક્ષી બની ગયા, મતલબ કે મિશન પૂર્ણ થયું. બુધવારે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે દાવો કર્યો હતો કે આજે કોર્ટમાં તેમની હાજરી દરમિયાન અરવિંદ કેજરીવાલ કથિત કૌભાંડ સાથે જોડાયેલો મોટો ખુલાસો કરશે.
જયારે ઇડીએ ૭ દિવસના રિમાન્ડની માંગણી કરતા કહ્યું છે કે, 'કેજરીવાલ તપાસમાં સહયોગ નથી આપી રહ્યા અને પ્રશ્નોનો સીધો જવાબ નથી આપી રહ્યા', તો સામે કેજરીવાલે કહ્યું હતું કે, રિમાન્ડનો સામનો કરવામાં અમને કોઈ વાંધો નથી, હું તૈયાર છું. દિલ્હી લિકર પોલિસી કેસમાં તેમની ધરપકડ થઈ ત્યારથી જ અરવિંદ કેજરીવાલ પર મુખ્યમંત્રી પદ છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે કેજરીવાલ ખુરશીના પ્રેમમાં પડી ગયા છે અને ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા બાદ પણ તેઓ પદ છોડી રહ્યા નથી. કેજરીવાલે અત્યાર સુધી જેલની અંદરથી બે ઓર્ડર આપ્યા છે, જેમાંથી એક વોટર ડિપાર્ટમેન્ટ સાથે સંબંધિત હતો. જેલમાંથી મોકલવામાં આવેલા તેમના આદેશ પર ભાજપે પણ સવાલો ઉઠાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech