મહિલા અને તેના પતિના દીકરાની ન બોલી શકવાની ખામી માંમલે અવારનવાર થતાં હતા ઝઘડા : ઘટના બાદ સ્થાનિકોએ પોલીસને કરી જાણ
કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના દાંડેલી તાલુકામાં એક 26 વર્ષીય મહિલાએ તેના પતિ સાથેની લડાઈ બાદ તેના છ વર્ષના દિવ્યાંગ પુત્રને મગરથી ભરેલી નદીમાં ફેંકી દીધો હોવાની ઘટના સવામે આવી છે. પોલીસે ગઇકાલે આ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે તેણીના મોટા દીકરાની સ્થિતિને લઈને દંપતી ઘણીવાર એકબીજા સાથે લડતા હતા. તેમનો દીકરો જન્મથી જ બોલી શકતો ન હતો. તેમને બે વર્ષનો પણ એક દીકરો છે.
પોલીસે જણાવ્યું કે સાવિત્રીનો 27 વર્ષીય પતિ રવિ કુમાર તેના મોટા પુત્રની અપંગતાને લઈને તેની સાથે અવારનવાર ઝઘડો કરતો હતો અને તેને પૂછતો હતો કે તેણે આવા બાળકને જન્મ કેમ આપ્યો. કેટલીકવાર તે એમ પણ કહેતો હતો કે, ‘આને ફેંકી દે’. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સાવિત્રીની તેના પતિ સાથે ફરીથી આ જ મુદ્દે ઝઘડો થયો હતો, જેના કારણે તેણે કથિત રીતે તેના મોટા દીકરાને મગરથી ભરેલી નદીમાં ફેંકી દીધો હતો. આ અંગે પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારબાદ તેમણે સ્થાનિક લોકો અને ગોતાખોરોની મદદથી બાળકને બચાવવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું, પરંતુ અંધારું હોવાને કારણે પોલીસ બાળકને શોધી શકી ન હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાળકનો મૃતદેહ રવિવારે સવારે મળ્યો હતો. તેના શરીર પર ગંભીર ઇજાઓ, કરડવાના નિશાન હતા અને તેનો એક હાથ ગાયબ હતો. આ દર્શાવે છે કે મગરે બાળકને પોતાનો શિકાર બનાવ્યો છે. પોલીસે જણાવ્યું કે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ મામલે તપાસ ચાલી રહી છે. અધિકારીએ કહ્યું કે અમે કેસ નોંધ્યો છે અને પતિ-પત્નીની ધરપકડ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech