જો તમારા વાળ ખૂબ જ ડેમેજ થઈ ગયા છે અને તૂટવા લાગ્યા છે, તો તમારી હેર કેર રૂટીનમાં કોફીનો ઉપયોગ કરવાનું શરૂ કરો. કોફીમાં રહેલા ગુણ તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ડેન્ડ્રફને દૂર કરે છે અને વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે. તેમજ તેનો ઉપયોગ વાળને કુદરતી ચમક આપશે.
કોફીમાં હાજર એન્ટીફંગલ ગુણો ડેન્ડ્રફને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કોફીના એન્ટીઑકિસડન્ટ ફ્રિ રેડિકલ નુકસાનને સુધારવામાં મદદ કરી શકે છે, વાળને વધુ નુકસાનથી બચાવે છે. જ્યારે કોફીનો ઉપયોગ હેર માસ્ક તરીકે કરવામાં આવે છે, ત્યારે વાળને કુદરતી ચમક મળે છે. કેફીન વાળના બ્લડ સરક્યુંલેશનને સુધારો કરે છે. કોફીના એસ્ટ્રિજન્ટ ગુણધર્મો વાળના ક્યુટિકલ્સને સરળ બનાવવામાં મદદ કરે છે.
આ રીતે કરો કોફીનો ઉપયોગ :
ડેન્ડ્રફ દૂર કરવા માટે હેર માસ્કઃ 1 ચમચી કોફીમાં ઓઈલના થોડા ટીપાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે આ હેર પેકને તમારા સ્કાલ્પના મૂળમાં લગાવો. આ માસ્કને 20 મિનિટ સુધી રહેવા દો અને પછી તમારા વાળને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ હેર માસ્ક લગાવો. તમારા માથામાંથી ડેન્ડ્રફ થોડા જ દિવસોમાં દૂર થઈ જશે.
1 ચમચી મધમાં 1 ચમચી કોફી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે આ હેર પેકને તમારા વાળમાં લગાવો. આ હેર માસ્કને 20 મિનિટ સુધી રહેવા દો અને પછી તમારા વાળને પાણીથી ધોઈ લો. આ હેર માસ્કને 15 દિવસ પછી વાળમાં લગાવો. આ રીતે કોફીનો ઉપયોગ કરવાથી વાળ શાઈની બને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech