જુનાગઢ : સિવિલ હોસ્પિટલના પાર્કિંગ માંથી મળ્યા યુવક અને યુવતીના મૃતદેહ, આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ

  • February 25, 2023 10:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જીલ્લાની સિવિલ હોસ્પિટલના પાર્કિંગ માંથી 2 મૃતદેહ મળી આવ્યા છે. આજરોજ સવારે હોસ્પીટલના જાહેર પાર્કિંગમાં પાર્ક કરેલી છકડો રીક્ષામાંથી યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ જૂનાગઢ પોલીસે મૃતદેહનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તારણ મુજબ મૃતક યુવક અને યુવતી પ્રેમી હોવાનું તારણ છે.
​​​​​​​

ઘટના બાદ જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોચી હતી, સૂત્રો મુજબ મૃતક યુવક માણાવદરની બાજુના ભીંડોરા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલાને લઈને હત્યા કે આત્મહત્યાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application