જેતપુર : 9 વર્ષની બાળકીને સ્કૂલ બસે લીધી અડફેટે, CCTV આવ્યા સામે

  • April 17, 2023 05:40 PM 

રાજકોટના જેતપુરમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. સ્કૂલ બસની અડફેટે બાળકીનું મૃત્યુ થયું હોવાના સમાચાર છે. બનાવની વિગત મુજબ આજે બપોરના સમયે ધોરણ 4માં અભયસ કરતી બાળકી સ્કૂલ બસની અડફેટે આવી ગય હતી. આ હિચકારી ઘટનાના CCTV ફૂટેજ પણ વાઇરલ થઇ રહ્યા છે.
​​​​​​​

બનાવની પ્રાથમિક માહિતી મુજબ, જેતપુરના મોટા ગુંદાળાના પટેલ ચોક નજીક આ અસ્માત સર્જાયો છે. ફરેણી સવામિનારાયણ સંકુલની સ્કૂલ બસે 9 વર્ષીય કેશવી અભંગીને ટક્કર મારતા આ ઘટના સર્જાઈ હતી. જે બાદ મૃતદેહને સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

જે બાદ સરકારી હોસ્પીટલના ડોકટરે અકસ્માત મોતમાં ફોરેન્સિક પીએમનું કહેતા મામલો ગરમાયો હતો. જે બાદ ધારાસભ્ય જયેશ રાદડિયા હોસ્પિટલ દોડી આવ્યા હતા. જે બાદ થોડી ઉગ્ર ભાષામાં ડોક્ટરને સમજાવી તેની તાત્કાલિક બદલી માટે સુપ્રીટેન્ડેન્ટની બદલીનું જણાવ્યું હતું. જે બાદ ડોક્ટર દ્વવારા તાત્કાલિક બાળકી નું પીએમ હાથ ધરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application