એમેઝોનના જેફ બેઝોસે ગૌતમ અદાણીને છોડ્યા પાછળ, અબજોપતિઓની યાદીમાં અદાણી ચોથા સ્થાને સરક્યા

  • January 25, 2023 01:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એશિયાના સૌથી ધનિક અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફરી એકવાર અમીરોની યાદીમાં નીચે સરકી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, એમેઝોનના જેફ બેઝોસ ગૌતમ અદાણીને પાછળ છોડીને ફરીથી ત્રીજા સ્થાને આવી ગયા છે, જ્યારે ગૌતમ અદાણી ચોથા સ્થાને છે.

બ્લૂમબર્ગની અબજોપતિઓની યાદી અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિ હવે $120 બિલિયન છે. તેમની સંપત્તિમાં $872 મિલિયનનો ઘટાડો થયો છે, તેથી 1 જાન્યુઆરી, 2023 થી અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં $683 મિલિયનનો ઘટાડો થયો છે. જેફ બેઝોસ પાસે 121 અબજ ડોલરની સંપત્તિ છે. અને અત્યાર સુધીમાં 2023 માં, તેણે તેની નેટવર્થમાં $ 13.8 બિલિયનની સંપત્તિ ઉમેરી છે.
​​​​​​​

ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ 188 અબજ ડોલરની સંપત્તિ સાથે અબજોપતિઓની યાદીમાં ટોચ પર છે. 2023 માં, તેણે તેની નેટવર્થમાં $26 બિલિયન ઉમેર્યા છે. જ્યારે ટેસ્લાના એલોન મસ્ક અબજોપતિઓની યાદીમાં બીજા સ્થાને છે અને તેમની કુલ સંપત્તિ 145 અબજ ડોલર છે. 2023 માં, એલોન મસ્કે તેમની નેટવર્થમાં $8.21 બિલિયન ઉમેર્યા છે. 2022માં એલોન મસ્કની નેટવર્થમાં મોટો ઘટાડો થયો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અબજોપતિઓની યાદીમાં નીચે સરકી ગયા છે અને હવે તેઓ $84.7 બિલિયનની નેટવર્થ સાથે 12મા સ્થાને છે. એટલે કે તેઓ ટોપ 10ની યાદીમાંથી બહાર આવી ગયા છે. વાસ્તવમાં, તાજેતરના સમયમાં, અદાણી જૂથની કંપનીઓ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો થયો છે, જેના કારણે ગૌતમ અદાણીથી લઈને મુકેશ અંબાણીની નેટવર્થમાં ઘટાડો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application