કલા ક્ષેત્રે છેલ્લા 42 વર્ષથી કાર્યરત એવા જામનગરના જે.સી.જાડેજાનું રાજ્યપાલના હસ્તે સન્માન 

  • December 26, 2023 05:32 PM 

કલા ક્ષેત્રે છેલ્લા 42 વર્ષથી કાર્યરત એવા જામનગરના જે.સી.જાડેજાનું રાજ્યપાલના હસ્તે સન્માન 

સમગ્ર હાલારનું ગૌરવ એવા જે.સી.જાડેજાને વેસ્ટઝોન કલ્ચર સેન્ટર ઉદેપુર રાજસ્થાન દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન, દીવ, દમણ, દાદરાનગર એમ ૭ રાજયમાથી લોકનૃત્ય ક્ષેત્રે ડો.કોમલ કોઠારી લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ રૂપીયા.૨,૫૧,૦૦૦ તથા તામ્રપત્ર શાલ ઓઢાળી સન્માન માટે પંસદગી પામેલ. 
​​​​​​​

આ પુરસ્કાર શીલ્પગ્રામ ઉત્સવ ઉદેપુર ખાતે જે.સી.જાડેજાને રાજસ્થાનના રાજયપાલ તેમજ વેસ્ટઝોન કલ્ચર સેન્ટરના ડાયરેકટર દ્વારા અર્પણ કરાયો હતો. જે.સી.જાડેજા લોક કલા ક્ષેત્રે જામનગરમાં છેલ્લા ૪૨ વર્ષ થી કાર્યરત છે અને વિશ્વના ૨૨ દેશોમાં કાર્યક્રમો / વર્કશોપ રજુ કર્યા છે. આ અવોર્ડ મળતા જે.સી.જાડેજાએ સમગ્ર ગુજરાત તેમજ જામનગરનુ નામ રોશન કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application