માત્ર ચાર દિવસમાં 500 કરોડની ક્લબમાં સામેલ થઇ 'જવાન', વીકએન્ડ પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની

  • September 11, 2023 04:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જવાનને લઈને દર્શકોમાં ભારે ઉત્તેજના છે. દરેક લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે અને આવી સ્થિતિમાં જવાન બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. જવાને રિલીઝના 4 દિવસમાં બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ સીરીઝમાં શાહરૂખ ખાનની ફિલ્મ હવે 500 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. જવાને ભારતમાં 4 દિવસમાં 286.16 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
​​​​​​​


ત્યારે હવે આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં વિશ્વભરમાં 520.79 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જવાન હિન્દી સિનેમામાં સૌથી વધુ વીકેન્ડ કલેક્શન કરનારી ફિલ્મ બની ગઈ છે. શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને રિલીઝ થયાને 4 દિવસ થઈ ગયા છે અને આ ફિલ્મે 4 દિવસમાં અનેક રેકોર્ડ તોડીને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈતિહાસ રચ્યો છે. બોલિવૂડના ઈતિહાસમાં આ પહેલી ફિલ્મ છે જેણે સપ્તાહના અંતે એક દિવસમાં 80.01 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.


જવાને પહેલા દિવસે 75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મે 53.23 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે ફિલ્મે 77.83 કરોડનો બિઝનેસ કર્યો હતો અને ચોથા દિવસે જવાને 80.01 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મ ચાર દિવસમાં કુલ 286.16 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવામાં સફળ રહી છે. હવે 5મા દિવસનું કલેક્શન જાહેર કરવાનું બાકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application