વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગત 25 અને 26 તારીખે કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાયો હતો. જેમાં સમગ્ર દેશભરમાંથી યુવાઓ આવ્યા હતાં. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેના સિંગર ક્રિસ માર્ટિને ગઈકાલે બીજા દિવસે કોન્સર્ટ દરમિયાન 'વંદે માતરમ' અને 'માં તુઝે સલામ' ગાઈને 76મા ગણતંત્ર દિવસે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. બે દિવસ આખું સ્ટેડિયમ 1 લાખથી વધુ યુવાઓથી ખીચોખીચ ભરેલું હતું. દેશભરમાંથી આવેલાં યુવાઓ અમદાવાદથી મોહી ગયા હતા અને પ્રસંશા કરી હતી.
મ્યુઝિક લવર્સે મુંબઈ કરતા અમદાવાદની ઈવેન્ટના વખાણ કર્યા
દેશભક્તિના ભાવભર્યા પ્રદર્શનને જોઈને લોકોએ જોરદાર જયકારા સાથે તાળિયો વગાડીને તેમનું અભિવાદન કર્યું હતું. તેઓએ ભારત માતાને સલામની સાથે કોન્સર્ટને સમાપ્ત કર્યો અને બધા લોકોને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી ગુજરાત અને અમદાવાદના મહેમાન બનેલા મ્યુઝિક લવર્સે મુંબઈ કરતા અમદાવાદની ઈવેન્ટના વખાણ કર્યા હતા. બુમરાહ ઉપરાંત પાર્થિવ પટેલ, પ્રફૂલ દવે, ઈશાની દવે, જિગ્નેશ મેવાણી પણ ઈવેન્ટમાં સામેલ થયા હતા.
રાજીપો યુવાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વ્યક્ત કર્યો
દેશભરમાંથી અમદાવાદમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ માણવા આવેલાં યુવાઓ અમદાવાદનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને વાઈબ્રન્ટ વાતાવરણ જોઈને આશ્ચર્યચકિત થવાની સાથે ખુશ થઈ ગયા હતાં. જેનો રાજીપો યુવાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વ્યક્ત કર્યો હતો. જેમાં દરેકનું એકસૂરે કહવું હતું કે, અમદાવાદ તેમના સિટી કરતાં ઘણું સારું છે.
મહત્ત્વનું છે કે, આ પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અલગ-અલગ મોટી ઈવેન્ટ્સ યોજાઈ ગઈ છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા, વર્લ્ડ કપની ફાઈનલ મેચ જેવી મોટી ઈવેન્ટ્સ યોજાઈ હતી. હવે આગામી સમયમાં પણ મોટી ઈવેન્ટ્સ યોજાઈ શકે એવી શક્યતા છે.
72 ટકા લોકોએ જ રિસ્ટબેન્ડ પરત કર્યા
કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારા મ્યુઝિક લવર્સને ઈન્ફ્રા રેડ સંચાલિત રિસ્ટબેન્ડ આપવામાં આવ્યા હતા જે શો પૂર્ણ થયા બાદ પરત કરવાના રહે છે. કોલ્ડપ્લેના મતે રિસ્ટબેન્ડ સૌથી ઓછા પરત થયા હોય તેમાં અમદાવાદ સૌથી આગળ રહ્યું હતું. ટોક્યોના શોમાં 95 ટકા, આબુધાબીમાં 79 ટકા, મુંબઈમાં 76 ટકા અને અમદાવાદમાં સૌથી ઓછા 72 ટકા લોકોએ જ રિસ્ટબેન્ડ પરત કર્યા હોવાનો દાવો કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કરી વાત
January 27, 2025 11:43 PMરાજકોટમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦નો જંગ: ટીમ ઇન્ડિયાની નેટ પ્રેક્ટિસ, સુરક્ષા વ્યવસ્થા સઘન
January 27, 2025 11:42 PMકૈલાશ માનસરોવર યાત્રા ફરી થશે શરૂ, બંને દેશોના વિદેશ સચિવોની બેઠકમાં નિર્ણય લેવાયો
January 27, 2025 11:40 PMકોલ્ડપ્લે બેન્ડના મુખ્ય સિંગર ક્રિસ માર્ટિન પહોંચ્યા મહાકુંભ
January 27, 2025 11:38 PMઆ વકફ બોર્ડ છે કે જમીન માફિયાઓનું બોર્ડ... અમે કુંભની જમીન પર કોઈને કબજો નહીં થવા દઈએ: સીએમ યોગી
January 27, 2025 05:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech