જામનગર નજીક દારૂ પીને દંગલ કરનારા બે શખ્સને પકડી લેતી જનરક્ષક -૧૧૨
જામનગરના ખીમરાણા અને નાઘેડી સોસાયટી વિસ્તારમાં બે શખ્સો દારૂના નશામાં ઝઘડો કરતા હોય જેથી પત્ની દ્વારા આ અંગે ૧૧૨ જનરક્ષકની ટીમને જાણ કરવામાં આવતા તાકીદે બંને શખ્સોને પકડી જે તે ડીવીઝનને સોપવામાં આવ્યા હતા.
જામનગર નજીક ખીમરાણા ગામમાં ઘેલાભાઇ રાતડીયા નામનો શખ્સ કેફી પીણુ પીધેલી હાલતમાં બકવાસ કરતો હોય આથી જનરક્ષક ટીમને સ્થળ પર બોલાવી પંચોની હાજરીમાં તેને પકડી પંચકોશી-એ પોલીસને સોપી આપ્યો હતો.
બીજા બનાવમાં નાઘેડીના સિઘ્ધી વિનાયક સોસાયટી વિસ્તારમાં હરદાસ પરમાર નામનો ઇસમ દારૂ પીને શેરીમાં ઝઘડો અને સામાનમાં તોડફોડ કરતો હોય જેથી ૧૧૨ને જાણ કરવામાં આવી હતી અને ટીમ ત્યાં પહોચી કસ્ટડીમાં લઇ પંચ-બી પોલીસ સ્ટેશન ખાતે મુકી આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application