જન્માષ્ટમીનો તહેવાર રાજકોટ મનપાને ફળ્યો : પ્રદ્યુમન પાર્કમાં 73 હજારથી વધુ, રામવન ખાતે 27 હજારથી વધુ લોકોએ લીધી મુલાકાત

  • September 11, 2023 01:58 PM 



રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ, રામવન અર્બન ફોરેસ્ટ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ, રામવન અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાતે લીધી હતી. ખાસ કરીને જન્માષ્ટમી તથા દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાતીઓની વિશષ ભીડ રહે છે. સાતમથી અગીયારસ સુધીના પાંચ દિવસમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ કુલ ૭૩૬૯૪ સહેલાણીઓ, રામવન અર્બન ફોરેસ્ટ ખાતે ૨૭૪૯૨ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ૧૪૨૦ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.
​​​​​​​

 
પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે કુલ ૭૩૬૯૪ મુલાકાતીઓ મુલાકાતે આવ્યા હતા જેમાં રાજકોટ મહાનગરપાલિકાને રૂા.૧૯,૯૯,૯૮૫/-ની આવક થયેલ છે. ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન જન્માષ્ટમીના તહેવારોમાં ૬૯,૭૩૦ મુલાકાતીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.૧૮,૦૮,૦૨૫/-ની આવક થઈ હતી.

રામવન અર્બન ફોરેસ્ટ ખાતે કુલ ૨૭૪૯૨ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી જેમાં રાજકોટ મહાનગરપાલિકાને કુલ રૂ. ૫.૫૦ લાખની આવક થયેલ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ૧૪૨૦ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.

જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને રાખી ગત શુક્રવારના દિવસે પણ ઝૂ મુલાકાતીઓ માટે શરૂ રાખવામાં આવેલ હતુ. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ઝૂ ખાતે નવ માસ પહેલા જન્મ થયેલ ૦૨ સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવેલ. આ બન્ને ખેલતા કુદતા સફેદવાઘ બાળ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા.

તહેવારનાં દિવસોમાં મુલાકાતીઓની વિશેષ ભીડ રહેતી હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ મુલાકાતીઓને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવેલ. જેમાં ટીકીટ બુકીંગ માટે લાંબી કતારો ન લાગે તે માટે ૦૬ ટીકીટ બુકીંગ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા હતા, મુલાકાતીઓ માટે ફર્સ્ટ એઇડ સુવીધા, વાહન પાર્કીગમાં મુશ્કેલી ન પડે તે માટે વધારાના સીક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા, બેટરીકાર માટેનું અલગ સ્ટેન્ડ, માઇકીંગ સીસ્ટમ, સમગ્ર ઝૂ પરીસરમાં વહેલી સવારથી જ દૈનીક સફાઇ વ્યવસ્થા વિગેરે કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application