જામનગરના ગાગિયા પરિવારે હરિદ્વારમાં કર્યો પિતૃતર્પણનો અનોખો વર્લ્ડ રૅકોર્ડ

  • March 29, 2023 12:00 PM 

હરિદ્વારમાં જામનગરના ગાગિયા પરિવારે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને એકી સાથે ગાગિયા પરિવારના ૭૦૦ સભ્યોએ પિતૃતર્પણ કરતાં ઈન્ડિયન ટ્રેડિશનલ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ દ્વારા એમને સર્ટિફીકેટ પણ આપવામાં આવ્યું છે, આ બાબત સમગ્ર જામનગર માટે ખૂબ જ ગૌરવસમાન છે. ભાગવત્ સપ્તાહનું વાસ્તવમાં પિતૃમોક્ષ માટે આયોજન કરાયું હતું જેમાં હરિદ્વાર ખાતે આ અનોખો રૅકોર્ડ થયો છે. સમગ્ર પ્રસંગનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.


હરિદ્વાર મુકામે માં ગંગાના ચરણોમાં તા ૨૬ માર્ચ થી ૦૧ એપ્રિલ ૨૦૨૩ સુધી પિતૃ મોક્ષ અર્થે સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન થયેલ, જેમાં તા.૨૭.૩.૨૩ ના રોજ અગ્રણી બિલ્ડર તથા ગાગીયા સન્સનાં ચેરમેન ભાવેશભાઈ ગાગીયા (બાદશાહ) તથા અગ્રણી ઉદ્યોગપતિ રાજુભાઈ ગારીયા તથા રાજકીય આગેવાન  કે. બી. ગાગીયા અને દેવાયતભાઈ ગાગીયા તથા ગાગીયા પરિવારના ૭૦૦ સભ્યો દ્વારા એકી સાથે પિતૃ તર્પણમાં જોડાયા તથા લોક કલ્યાણ અર્થે પિતૃઓને મુક્તિ અપાવી. જે ગર્વની બાબત છે, આમ તો હરિદ્વાર એક એવું સ્થળ છે જયાં પિતૃઓના મોક્ષ માટે પિતૃતર્પણની ધાર્મિક વિધિ વર્ષોથી થતી આવી છે, પરંતુ ગાગિયા પરિવારે આટલી જંગી સંખ્યામાં ઉપસ્થિત રહીને એક અલગ જ માહોલ ઉભો કર્યો હતો જેની ગુજરાત બહારના લોકોએ પણ નોંધ લીધી હતી અને રસપૂર્વક પિતૃતર્પણ વિધિને નિહાળી હતી.


 હરિદ્વાર મુકામે અત્યાર સુધી પ્રથમ વખત એક જ પરિવારના ૭૦૦ સભ્યો દ્વારા આ પ્રકારે પિતૃતર્પણ કાર્ય કરવામાં આવ્યું છે, તમામ ધાર્મિક પ્રક્રિયાઓ સાથે બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં આ વિધિ યોજાઈ હતી અને હરિદ્વાર ખાતે તેની ખૂબ જ ચર્ચા થતાં ઈન્ડિયન ટ્રેડિશનલ બુક ઑફ રૅકોર્ડની ટીમ પણ આ ધાર્મિક વિધિને જોવા માટે આવી પહોંચી હતી, તમામ બાબતોની ખરાઈ આ ટીમ દ્વારા કરવામાં આવી હતી અને આ બુકમાં એવી નોંધ કરાઈ હતી કે, હરિદ્વારમાં અત્યાર સુધીના ઈતિહાસમાં ગાગિયા પરિવાર એવો પ્રથમ છે કે જેણે એકી સાથે ૭૦૦ સભ્યો મારફત પિતૃતર્પણ વિધિ કરાવવામાં આવી છે.


આ ટ્રેડિશનલ બુક તરફથી ગાગિયા પરિવારના સદસ્યોનું અભિવાદન કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું અને તેમાં ઈન્ડિયન ટ્રેડિશનલ બુક ઑફ રૅકોર્ડના લોગો સાથે સમસ્ત ગાગિયા પરિવારને સર્ટિફીકેટ અર્પણ કરવામાં આવ્યું હતું, શ્રીમદ ભાગવત કથાનું રસપાન શાસ્ત્રીના મુખેથી જ્ઞીિીંબય લાઈવ પ્રસારણ અ સશિતવક્ષફ તિીંમશજ્ઞ દ્વારા થઈ રહ્યું છે.


આમ જામનગરના ગાગિયા પરિવારે મોક્ષાર્થે થતાં પિતૃતર્પણ કાર્યમાં અને એ પણ હરિદ્વાર ખાતે અનોખો રૅકોર્ડ કર્યો છે અને આ રીતે જામનગરને ગૌરવ પ્રદાન કરવામાં આવ્યું છે. અત્રે નોંધનિય છે કે, તાજેતરમાં જ ગાગિયા પરિવારના સંખ્યાબંધ લોકોને હરિદ્વાર ખાતે ખાસ બસો મારફત લઈ જવામાં આવ્યા હતાં અને તમામે ભાગવત સપ્તાહમાં ભાગ લીધો હતો. આ સમયે કોઈને એ બાબતનો ખ્યાલ ન હતો કે, હરિદ્વાર ખાતેની એમની આ હાજરી ઐતિહાસિક અને અવિસ્મરણિય બની રહેશે કારણ કે, એક તો ૭૦૦ લોકોના પિતૃતર્પણના અનોખા રૅકોર્ડના તેઓ મૂકસાક્ષી બન્યા છે અને બીજુ કે જ્યારે બીજા રાજ્યમાં ગુજરાતના પરિવારની નોંધ લેવામાં આવતી હોય અને એમનું સન્માન કરવામાં આવતું હોય એ ક્ષણ પણ જામનગરવાસી માટે એમના માટે ગૌરવપૂર્ણ રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application