BREAKING NEWS

​13 એપ્રિલની જામનગર–વડોદરા ઇન્ટરસિટી રદ

  • April 11, 2026 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

13 એપ્રિલની જામનગર–વડોદરા ઇન્ટરસિટી રદ

​પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓના અપગ્રેડેશન અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના હેતુથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર–અમદાવાદ રેલવે સેક્શન પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે જરૂરી કામગીરી કરવાનું પ્રસ્તાવિત છે. આ કામગીરી માટે તારીખ 13 એપ્રિલ, 2026 ના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.

​રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રાફિક બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન સાથે સંબંધિત નીચે મુજબની ટ્રેનો પ્રભાવિત રહેશે:

​ રદ કરાયેલી ટ્રેનો:

1) ​ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી: તારીખ 12.04.2026 ના રોજ રદ રહેશે.

2) ​ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી: તારીખ 13.04.2026 ના રોજ રદ રહેશે.

​ માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો:

1) ​ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા–જામનગર એક્સપ્રેસ તારીખ 13.04.2026 ના રોજ વડોદરા ડિવિઝનમાં 1 કલાક 45 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

​મુસાફરોને વિનંતી છે કે ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય નવીનતમ માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News