લાલપુરના શિક્ષકને નિર્દોષ ઠરાવી છોડી મુકતી જામનગર સેસન્સ કોર્ટ

  • January 31, 2023 07:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કેસની ટુંકી વિગત મુજબ આરોપી ગોવિંદ મેરામણભાઇ બંધીયા લાલપુરની ખાયડીવાળી વિસ્તારમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તે દરમ્યાન તેમની સાથે આચાર્ય તરીકેફરજ બજાવતા મહિલા કર્મચારી પર શાળાના વધારાના રૂમમાં રીસેસ દરમ્યાન ફરીયાદી ચા બનાવવા ગયેલ ત્યારે ફરીયાદીની એકલતાનો લાભ ઉઠાવી ફરીયાદી પર હુમલો કરી મોઢા પર દુપટો બાંધી તેણીની ઇચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી અને બળાત્કાર ગુજારેલ છે તે મુજબની ફરીયાદ ગોવિંદ મેરામણભાઇ બંધીયા વિરુદ્ધ લાલપુર પોલીસ સ્ટેશનમાં આપતા આરોપી ગોવિંદભાઇ મેરામણભાઇ બંધીયા સામે આઇ.પી.સી. કલમ તથા એટ્રોસીટી એકટની કલમ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને આરોપી સામે ચાર્જશીટ કરેલ.


આ ગુનાનો કેસ ચાલવા પર આવતા ફરીયાદ પક્ષે પોતાનો કેસ સાબિત કરવા રર સાહેદ અને ૪૦ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ અને ફરીયાદ પક્ષે પોતાનો કેસ સાબિત કરેલ છે. તેવી રજુઆત કરેલ જયારે આરોપીના વકીલ અશોક એ. જોશીએ પુરાવાના અંતે આરોપી તરફે મુખ્યત્વે એવી દલીલ કરેલ કે ફરીયાદી દ્વારા કરવામાં આવેલ આક્ષેપો મુજબનો કોઇ વીડીયો આ કામે રજુ થયેલ નથી. તેમજ સાત માસ મોડી ફરીયાદ છે. તે ઉપરાંત તમામ સાહેદોની જુબાની તથા તપાસ કરનાર એજન્સી અને એફ.એસ.એલ રીપોર્ટ વિગેરેનો અભ્યાસ કરવામાં આવે તો ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં તદન નિષ્ફળ નીવડેલ છે જે ઘ્યાને લઇ આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મુકવા અરજ કરેલ.


ઉભયપક્ષોની દલીલો સાંભળી જામનગરના એડી. સેસન્સ જજ એ.એસ. વ્યાસ દ્વારા ભોગ બનનાર તથા તેમના પતિની વર્તણુંક ના સાબિત થયેલ પંચ પુરાવાઓ તથા મેડીકલ એવસડન્સનો અભ્યાસ કરતા ફરીયાદ પક્ષ બળાત્કાર થયાની હકીકત સાબિત કરી શકેલનથી તેમ જણાવી આરોપી શિક્ષક ગોવિંદભાઇ મેરામણભાઇ બંધીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ. આ કામે આરોપી તરફે વકીલ અશોક એચ. જોશી એસોસીએટસ રોકાયેલ હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application