ઘરફોડ ચોરીના આરોપીને પકડી લેતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

  • April 15, 2023 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પેરોલફર્લો સ્કવોડના સ્ટાફે ઘરફોડ ચોરીના નાસતા ફરતા આરોપીને પાટણવાવ ગામેથી પકડી પાડયો છે.
નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા સુચના આપતા પીઆઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પીએસઆઇ ગોહિલ અને સ્ટાફ દ્વારા વર્કઆઉટ કાર્યવાહી કરવામાં આવી હતી.


દરમ્યાનમાં સ્ટાફના ગોવિંદભાઇ ભરવાડ, સલીમ નોયડા, ભરત ડાંગર, કાસમ બ્લોચને બાતમી મળેલ કે દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી શંકર પ્રતાપ તડવી રહે. માંડવ, ધાનપુરવાળો ઉપલેટાના પાટણવાવ સીમમાં રહે છે, જે હકીકત આધારે ત્યાંથી પકડી પાડી સીટી-એને સોપી આપ્યો હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application