જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની જુદી જુદી ચાર ટીમો ને  ચૂંટણી લક્ષી પ્રચાર સાહિત્ય દૂર કરવા માટે દોડતી કરાવાઈ

  • May 06, 2024 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમગ્ર ગુજરાતની સાથે સાથે હાલારના બંને જિલ્લાઓમાં પણ રવીવારે ચૂંટણી પ્રચારના પડધમ શાંત થયા

 જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની જુદી જુદી ચાર ટીમો ને  ચૂંટણી લક્ષી પ્રચાર સાહિત્ય દૂર કરવા માટે દોડતી કરાવાઈ


લોકસભા- ૨૦૨૪ ની ચૂંટણી ના સમગ્ર ગુજરાત સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ રવિવારે સાંજે ૫.૦૦ વાગ્યાથી પ્રચાર પડધમ શાંત થયા છે, અને જામનગરના શહેરી વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની જુદી જુદી ચાર ટુકડીઓ દ્વારા જાહેરમાં ચૂંટણી પ્રચાર નું સાહિત્ય દૂર કરવા માટેની ટીમને દોડતી કરાવવામાં આવી છે.


સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભા-૨૦૨૪ ની ચૂંટણી ની પ્રક્રિયાઓ પૂર્ણ થવા જઈ રહી છે, અને રવિવારે સાંજે ૫.૦૦ વાગ્યાથી જાહેર પ્રચાર પડધમ શાંત થયા છે. જેની અમલવારી હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કરાઈ રહી છે, અને ચૂંટણી તંત્ર સતર્ક બન્યું છે.


જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ૬.૬ કર્મચારીઓ સાથેની અલગ અલગ ૪ ટીમોને દોડતી કરાવાઇ છે, અને શહેરના જુદા જુદા ચાર ઝોન પાડીને જયાં પણ ચૂંટણી પ્રચાર ને લગતું સાહિત્ય બેનર, પોસ્ટર, ઝંડા, હોર્ડિંગ,તોરણ વગેરે સાહિત્ય જાહેરમાં દેખાય તો તે ઉતારી લેવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રત્યેક ટીમોમાં એક એક મોટા ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી છે.


જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ ઓફિસર નીતિન દીક્ષિત, ઉપરાંત સુનિલભાઈ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા, અનવરભાઈ ગજણ સહિત ના અધિકારીઓની રાહબરી હેઠળ ચૂંટણી પ્રચાર પ્રસારને લગતું સાહિત્ય દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application