BREAKING NEWS

જામનગર ઇન્ડિયન લાયોનેસના હોદેદારો વરાયા

  • April 16, 2026 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ઇન્ડિયન લાયોનેસના હોદેદારો વરાયા 

પ્રમુખ તરીકે ફાલ્ગુનીબેન વોરા, સેક્રેટરી ઉષાબેન ગાંધી અને ખજાનચી તરીકે પ્રજ્ઞાબા રાઠોડની નિયુકિત


જામનગરની સ્વદેશી સંસ્થા ઇન્ડિયન લાયોનેસ ૨૦૧૭થી કાર્યરત છે વર્ષ દરમ્યાન શહેર, જીલ્લામાં અનેક સેવાકીય કાર્યો કરે છે તાજેતરમાં ઇન્ડિયન લાયોનેસની સાધારણ સભા યોજાઇ હતી જેમાં સર્વાનુમતે વર્ષ ૨૦૨૬ના હોદેદારોની નિયુકિત કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદનો તાજ ફાલ્ગુનીબેન વોરાના શીરે મુકવામાં આવ્યો હતો ગત વર્ષના પ્રમુખ અલ્કાબેન વિઠલાણી દ્વારા ગત વર્ષે કરવામાં આવેલા સેવાકીય કાર્યોમાં સહયોગ આપનાર તમામ સભ્યોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમયે ફાઉન્ડર નિરૂપમાબેન વાગડીયા અને પાસ્ટ પ્રેસિડેનટ હંસાબેન રાવલ સહિતના સીનીયર હોદેદારો અને સભ્યો જોડાયા હતા.


ઇન્ડિયન લાયનસ એન્થમ બોલી દિપ પ્રાગ્ટય કરવામાં આવ્યુ તથા વર્ષ દરમ્યાન કરેલ પ્રોજેકટનું વાંચન સેક્રેટરી વર્ષાબેન ખીરા દ્વારા કરવામાં આવ્યુ અને વર્ષ દરમ્યાન કરેલ હિસાબ ટ્રેઝરર નયનાબેન દવે દ્વારા વાંચવામાં આવ્યા હતા તેમજ બધા મેમ્બરોને રીટર્ન ગીફટ અપાઇ હતી ઇન્ડિયન લાયોનેસના ૧૦ વર્ષ પૂરા કરી ૧૧ વર્ષમાં પ્રવેશતા બધા જ પ્રેસિડેન્ટને મુમેટો આપવામાં આવ્યા તેમજ અલકાબેન વિઠલાણી દ્વારા વર્ષ દરમ્યાન કરેલ પ્રોજેકટમાં વધારે હાજરી કરેલ મીટીંગમાં વધારે હાજરી તથા જેમને વધારે પ્રોજેકટ આપ્યા તે તમામને ગીફટ આપવામાં આવી હતી. 


નવા વર્ષની ઇન્ડિયન લાયોનેસ જામનગરની ટીમની રચના કરાઇ હતી. જેમાં તરીકે  પ્રેસિડેન્ટ ફાલ્ગુનીબેન વોરા, સેક્રેટરી તરીકે ઉષાબેન ગાંધી, જો.સેક્રેટરી તરીકે મીતાબેન દતાણી, ટ્રેઝરર તરીકે પ્રજ્ઞાબા રાઠોડ, જો.ટ્રેઝરર તરીકે તૃપ્તિબેન દવે, વાઇસ પ્રસિડેન્ટ તરીકે નયનાબેન દવે તથા અલ્કાબેન વિઠલાણી, પ્રોજેકટ ડાયરેકટર તરીકે બીનાબેન બદીયાણી, હેલ્થ ડાયરેકટર તરીકે પ્રીતીબેન ઓઝા તથા પ્રતીભાબેન રામાનુજની વરણી કરાઇ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News