પતિની તરફેણમાં છુટાછેડા આપતી જામનગરની ફેમીલી કોર્ટ

  • January 11, 2023 04:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉતમ હેમતભાઇ દેવમુરારીના લગ્ન આ કામના સામાવાળા ડીમ્પલબેન જયદેવભાઇ અગ્રાવત સાથે તા. ૨૮-૧-૧૯ના રોજ લગ્ન હિન્દુ શાસ્ત્રોકત વિધી મુજબ રાજકોટ મુકામે થયેલા હતા અને લગ્ન શરુઆતથી જ ડીમ્પલબેનનો વ્યવહાર, વર્તન, સારા નહોતા અને નાની નાની વાતોમાં વડીલોનું માન રાખતા ન હતા અને ઝગડાઓ કરી અરજદારને સતત રીતે ટોર્ચર કરીને માનસિક ત્રાસ આપતા હતા.


 સામાવાળાને અરજદારના માતા પિતા સાથે રહેવુ ન હોયતેથી ખોટા વાંક કાઢી ખોટી ફરિયાદો કરી સામાવાળા હેરાન કરતા હોય અને કાયદાનો દુરઉપયોગ કરી અરજદાર તથા તેના પરિવાર સામે આઇ.પી.સી. કલમ મુજબની બે વાર પોલીસ ફરીયાદ કરેલ અનેકલમ ૧૨૫ મુજબ ભરણપોષણ તથા ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ મુજબનો કેસ રાજકોટ મુકામે દાખલ કરેલ જે કેસોમાં અરજદાર દ્વારા બધુ જતુ કરીને પણ સામાવાળા ડીમ્પલબેનને જામનગર તેડી લાવેલા ત્યાં માત્ર અરજદાર તથા સામાવાળા સરકારી કવાર્ટરમાં અલગ રહેતા હોય અને અરજદારના માતાપિતા ગામડે રહેવા જતા રહેલા તેમ છતાં સામાવાળા અરજદારને માનસિક દુ:ખ ત્રાસ આપેલ અને અરજદાર કોરોના પોઝીટીવ થતા સામાવાળા દ્વારા તેના માતા પિતા અને ભાઇને જામનગર બોલાવી અરજદારને માર મારેલ અને કવાર્ટરમાંથી કાઢી મુકેલ અને કવાર્ટરમાં કબજો કરેલ જેથી અરજદાર પોતાના મામાના ઘરે આયસોલેટ થયેલ અને તેના માતા દ્વારા ત્રીજી વાર પોલીસ ફરીયાદ માટે અરજી કરેલી.


જેની સામે અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં બંનેની ફરીયાદ તથા ડોમેસ્ટીક વાયોલેન્સ એકટની ફરીયાદ સામે પોતાના વકીલ મારફતે પીટીશન ફાઇલ કરી આ બધી ફરીયાદો સામે ગુજરાત હાઇકોર્ટમાં સ્ટે લીધેલ અને ત્યારબાદ સામાવાળા દ્વારા ફરી ખોટી ફરીયાદ કરવાના ઇરાદાથી તેઓ ખુદ પોતાના ભાઇના ઘરે અમદાવાદ જતા રહેલ અને સામાવાળાના માતા દ્વાા પોતાની પુત્રી ડીમ્પલ કયાંક જતી રહેલ છે.


એટલે કે ગુમસુધા થયેલ છે. તેવી ફરીયાદ કરાવેલી અને તે ફરીયાદ બાદ બીજા દિવસે ડીમ્પલ સરકારી કવાર્ટરમાં પોતાની માતા સાથે કબજો કરી લીધેલ જેથી અરજદાર ઉતમભાઇ દેવમુરારી દ્વારા પોતાના વકીલ જીતેન્દ્ર નાખવા દ્વારા પોતાની પત્ની ડીમ્પલબેન સામે જામનગર ફેમીલી કોર્ટમાં છુટાછેડાનો દાવો કરેલો જે દાવો ચાલી જતાં એડવોકેટની વિસ્તૃત દલીલોને ઘ્યાનમાં લઇને કેસમાં જામનગરમાં આઇ.ટી.આઇ. ઇન્સ્ટ્રકટર ઉતમભાઇ હેમતભાઇ દેવમુરારી તરફે જાણીતા એડવોકેટ જીતેન્દ્ર એમ. નાખવા તથા યુવા એડવોકેટ સંજુ જે. નાખવા રોકાયેલ છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application