કુદરતી આપદામાં ખડે પગે.. જામનગર જિલ્લા હોમગાર્ડઝના જવાનો

  • June 14, 2023 02:47 PM 

જામનગર જિલ્લાની વર્તમાન બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઇ જિલ્લાના સંભવિત વધુ  અસરગ્રસ્ત 22 ગામોમાં જિલ્લા કલેક્ટર તથા પોલીસ અધિક્ષક ની સૂચના અનુસાર જામનગર જિલ્લા હોમગાર્ડઝ ના "આપદા મિત્ર" ની તાલીમથી સજ્જ 166 જવાનોમાંથી દરેક ગામમાં રાઉન્ડ ધ ક્લોક 4(ચાર) હોમગાર્ડઝ જવાન ફરજ બજાવશે. આમ કુલ 88 હોમગાર્ડઝ જવાનો તથા લાયઝનમાં 3 અધિકારી કમલેશ ગઢિયા,ચંદ્રેશ ગોસ્વામી, હિમાંશુ પુરોહિત આમ કુલ 91 આપદા મિત્ર જવાનો જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશ ભીંડીની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ફરજ બજાવી રહ્યા છે.



આપદા મિત્ર હોમગાર્ડઝ જવાનો ગામમાં સ્થળાંતર ની કામગીરી, બચાવ અને રાહતની કામગીરી જેવી ફરજો બજાવી.. હોમગાર્ડઝના "નિષ્કામ સેવા" ના ઉદ્દેશ્ય ને ચરિતાર્થ કરશે .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application