રાજકોટમાં જમાદાર રેલવે જંકશન પર ડયુટી પર ગયા'ને ટ્રેનની ઠોકરે મોતને ભેટ્યા

  • August 07, 2023 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ. ટ્રેનમાં મોબાઇલ ચોરને પકડવા ગયા હતાં.દરમિયાન અકસ્માતે ટ્રેન હેઠળ કચડાઇ જતા તેમનું મોત થયું હતું.બનાવને લઇ પોલીસ બેડમાં શોક છવાય ગયો હતો.



જાણવ મળતી વિગતો મુજબ, રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને માંડાડુંગર પાસેના તિરુમાલાપાર્કમાં રહેતા મનસુખભાઇ વિરજીભાઇ જીંજરિયા (ઉ.વ.42) શનિવારે રાત્રે બે વાગ્યે જંક્શનમાં આવેલા રેલવે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. તેમની ડ્યૂટી રવિવારે સવારે હોય જેથી સાથી કર્મચારી એએસઆઇ પરેશભાઇ ડોડિયાએ અત્યાારે આવવાનું કારણ પૂછતાં મનસુખભાઇએ કહ્યું હતું કે, મોબાઇલ ચોરીની તપાસ તેમની પાસે છે. ચોરીનો આરોપી અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં આવી રહ્યાની માહિતી મળી છે. ટ્રેન જંક્શન સ્ટેશન પર આવી ગઇ છે. આરોપીને પકડવા જાવ છું, જરૂર પડશે તો તમને મદદ માટે બોલાવીશ. તેમ કહીને ટ્રેનમાંથી પકડવા માટે ગયા હતા.



જો કે, મનસુખભાઇના નીકળ્યાની દશ મિનિટ બાદ પોલીસ સ્ટેશનમાં સમાચાર આવ્યા હતા કે, એક વ્યક્તિ અમદાવાદ-સોમનાથ ટ્રેન નીચે કપાઇ ગઇ છે જાણ થતાં જ એએસઆઇ ડોડિયા સહિતની ટીમ સ્ટેશન પર પહોંચી હતી. લાશના બે કટકા હતા.આ લાશ તેમના સાથીદાર હેડ કોન્સ્ટેબલ મનસુખભાઇ જીંજરિયાની હોય જે જોઇ પોલીસ સ્ટાફ આઘાતથી સ્તબ્ધ થઇ ગયો હતો.


આરોપી ટ્રેનમાં હોવાની મળેલી માહિતીની ખરાઇ કરવા મનસુખભાઇ ટ્રેનમાં ચડ્યા હતા અને ટ્રેન ચાલુ થઇ જતાં તેમાંથી ઉતરતી વખતે પગ લપસતા તેઓ ટ્રેન નીચે આવી ગયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. મનસુખભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.બનાવના પગલે હેડ કોન્સ.ના પરિવારજનોમાં કાળો કલ્પાંત છવાય ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application