BREAKING NEWS

જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાએ મતગણતરી સ્થળ હરિયા કોલેજની મુલાકાત લઇ તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચનો કર્યા

  • April 22, 2026 06:45 PM 

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬


જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાએ મતગણતરી સ્થળ હરિયા કોલેજની મુલાકાત લઇ તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચનો કર્યા


તા.૨૬ એપ્રિલના રોજ સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મતદાન અને તા.૨૮ એપ્રિલના રોજ સવારે ૯:૦૦ કલાકથી મતગણતરી શરુ થશે


જામનગર તા.૨૨ એપ્રિલ, જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાએ જામનગર મહાનગર પાલિકા વિસ્તારના મતગણતરી સ્થળ હરિયા કોલેજ ખાતે મુલાકાત લઇ સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટીંગ હોલ સહીતની અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું તથા લગત અધિકારીઓ અને જે તે વોર્ડના ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.


કલેક્ટરએ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઇ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ ઉભી કરવા જણાવ્યું હતું. તેમજ સીસીટીવી મોનિટરિંગ સિસ્ટમનું નિરીક્ષણ કર્યું હતું. વિવિધ વોર્ડ પ્રમાણે તૈયાર કરવામાં આવેલા મતગણતરી હોલની મુલાકાત કરી તેઓએ ટેબલોની ગોઠવણી, ગણતરી એજન્ટો માટેની બેઠક વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આ ઉપરાંત મીડિયા સેન્ટર, ઓબ્ઝર્વર રૂમમાં પણ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા લગત અધિકારીઓને જણાવ્યું હતું. ચૂંટણી અધિકારીએ મતગણતરીની પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે તે પ્રમાણે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ચૂંટણી અધિકારીએ મત ગણતરી સ્થળ પર જરૂરી વ્યવસ્થાઓ જેમ કે પીવાનું પાણી, વીજળી મેડિકલ ટીમ, પાર્કિંગ, સુરક્ષા વ્યવસ્થા સહીતની જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉભી કરવા સૂચનો કર્યા હતા.


ઉલ્લેખનીય છે કે, આગામી તા.૨૬ એપ્રિલના રોજ સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે. તેમજ તા.૨૮ એપ્રિલના રોજ સવારે ૯:૦૦ કલાકથી મતગણતરી શરુ થશે. જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૧ થી ૧૬ની મત ગણતરી હરિયા કોલેજ ખાતે, સિક્કા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ડીસીસી ટેકનીકલ હાઈસ્કુલ, જામનગર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં મતગણતરી સ્થળ જેમાં જામનગર ગ્રામ્યમાં ઓશવાળ ઈંગ્લીશ એકેડમી ખાતે, કાલાવડ તાલુકામાં મ્યુનીસીપલ હાઈસ્કુલ ખાતે, જામજોધપુર તાલુકામાં ઇવીડીએસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે, ધ્રોલ અને જોડિયામાં મતગણતરી હરધ્રોળ હાઈસ્કુલ ખાતે, લાલપુર તાલુકામાં સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી યોજવામાં આવશે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News