મેયર માટે ‘ઔકાત’ શબ્દપ્રયોગ સામે જૈન સમાજનો વિરોધ

  • August 21, 2023 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં તળાવની પાળ પર વીર સ્મારક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અને મેયર વચ્ચે થયેલા સંવાદના સંદર્ભમાં મેયરને ઔકાતમાં રહેવાના ધારાસભ્યના વાણી વિલાસ સામે જામનગર શહેરના સમગ્ર  જૈન સમાજે નારાજગી વ્યક્ત કરી હતી અને શનિવારે શહેર ભાજપના કાર્યાલય પર પહોંચી જઈ શહેર પ્રમુખને રજૂઆત કરી હતી, જ્યાં શહેર પ્રમુખ દ્વારા ભવિષ્યમાં આવી કોઈ પ્રતિક્રિયા જોવા ન મળે, તે બાબતે યોગ્ય કરવા ખાતરી આપી હતી. 


જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા કે જેઓએ તળાવની પાળે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નગરના મેયર બીનાબેન કોઠારી સાથે ઉગ્ર સ્વરૂપમાં વાર્તાલાપ કર્યો હતો અને એક તબક્કે તમેં તમારી ઔકાતમાં રહેજો તેવા શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો. 


જૈન સમાજમાંથી આવતા નગરના મેયર કે જેઓ શહેરના પ્રથમ નાગરિકનો હોદ્દો ધરાવનાર વ્યક્તિને જાહેરમાં આવા શબ્દોના ઉચ્ચારણને લઈને મેયરના હોદ્દાનું જાહેરમાં અપમાન થયું છે, તો સાથોસાથ સમગ્ર જૈન સમાજને પણ આવા ઉચ્ચારણને લઈને ઠેંસ પહોંચી છે.


 જે મુદ્દા ને લઈને જૈન સમાજના અગ્રણીઓ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને જામનગર શહેરના જૈન સમાજના અગ્રણીઓ આજે જામનગર શહેર ભાજપના કાર્યાલય પર પહોંચ્યા હતા અને ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા શબ્દ પ્રયોગ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.


 જામનગરનો સમગ્ર જૈન સમાજ હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે જ રહ્યો છે અને મહાનગરપાલિકા, ધારાસભા કે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને જ મત આપીને તેમના ઉમેદવારને વિજેતા બનાવવામાં મદદ‚પ રહે છે.


 ધારાસભ્યના આવા ઉચ્ચારણને લઈને જૈન સમાજની લાગણીને ઠેંસ પહોંચી છે. જે અંગે ભવિષ્યમાં આવા કોઈ ઉચ્ચારણો ન થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. જેના પ્રત્યુતરમાં શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા દ્વારા સમગ્ર જૈન સમાજને સાંભળ્યા હતા, અને ભવિષ્યમાં આ બાબતે ફરી કોઈ વાત સામે ન આવે, તે જ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા માટેની ખાતરી આપી હતી. આ રજૂઆતને લઈને પણ જામનગર શહેર ભાજપના રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application