જય શ્રી રામ… લખ્યું તો ટીચરે ચહેરા પર લગાવી દીધું વ્હાઈટનર, કરતૂત છુપાવવા જ્વલનશીલ થીનરથી ધોવડાવ્યું મો !

  • December 05, 2023 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિશનરી સ્કૂલનો ચોકાવનારો બનાવ, બજરંગ દળના યુવકોએ હંગામો કરતા શાળાના આચાર્યએ શિક્ષકાને કર્યા બરતરફ




ગાઝિયાબાદની એક મિશનરી સ્કૂલમાં શિક્ષકનું શરમજનક કૃત્ય સામે આવ્યું છે. વિદ્યાર્થીએ પોતાના ટેબલ પર જય શ્રી રામ લખવાથી ગુસ્સે ભરાયેલા શિક્ષકે માત્ર તેના મોં પર વ્હાઈટનર લગાવી દીધું હતું. એટલું જ નહી ઘટનાના લગભગ એક કલાક પછી ટીચરે તેના ચહેરા પર જ્વલનશીલ થીનર લગાવ્યું કે જેથી તેની કરતૂત બહાર ન આવે. આ મામલાની માહિતી મળતાં જ હિન્દુ સંગઠનોએ હંગામો મચાવ્યો હતો. આ પછી શાળાના આચાર્યએ શિક્ષકને બરતરફ કરી દીધા છે.


આ મામલો ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આકાશ નગર સ્થિત હોલી ટ્રિનિટી ચર્ચ સ્કૂલનો છે. વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે તેનો દીકરો હોલી ટ્રિનિટી ચર્ચ સ્કૂલમાં સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. સોમવારે બપોરે જ્યારે તે સ્કૂલ બાદ ઘરે પહોંચ્યો ત્યારે તે રડી રહ્યો હતો. જ્યારે પરિવારજનોએ કારણ પૂછ્યું તો બાળકએ જણાવ્યું કે, શાળામાં શિક્ષિકા મનીષા મેસીએ તેના ચહેરા પર વ્હાઈટનર રેડ્યું અને તેને લગભગ એક કલાક સુધી બેસાડી રાખ્યો અને બાદમાં તેને થિનરથી સાફ કર્યું.


જેના કારણે ચહેરા પર બળતરા થાય છે. આ પછી, પરિવારના સભ્યો તાત્કાલિક શાળાએ પહોંચ્યા અને પ્રિન્સિપાલને ફરિયાદ કરી અને આરોપી શિક્ષક સામે કાર્યવાહીની માંગ કરી. વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે બાળકે પોતાના ટેબલ પર જય શ્રી રામ લખ્યું હતું. શિક્ષકે આ જોયું કે તરત જ તે ગુસ્સે થઈ ગઈ અને આ સજા આપી. બીજી તરફ આ બાબતની જાણ થતાં જ હિન્દુ સંગઠનના કાર્યકરો શાળાએ પહોંચી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો.


બજરંગ દળના મહાનગર કન્વીનર ગૌરવ કુમારે પ્રિન્સિપાલની સામે સવાલ ઉઠાવ્યો હતો કે જય શ્રી રામ બોલવું કે લખવું એ ક્યારથી ગુનો બની ગયો છે, કોઈપણ શાળામાં આવી માનસિકતા ધરાવતા શિક્ષક બાળકોના ભવિષ્ય પર અસર કરી શકે છે. મામલો વધતો જોઈને પ્રિન્સિપાલે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્શનનો પત્ર મળતાની સાથે જ શિક્ષકે શાળા પ્રશાસનને લેખિતમાં માફી માંગી હતી. આમાં શિક્ષકે તેના વર્તનને શરમજનક ગણાવ્યું અને તેના માટે માફી માંગી. જો કે આ માફીમાં શિક્ષકે વિદ્યાર્થી પર ગેરવર્તનનો આરોપ પણ લગાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application