200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસના ફેન્સ માટે મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું છે કે તે એક્ટ્રેસના ફેન્સને તેના જન્મદિવસ પર iPhone 15 Pro મફતમાં વહેંચશે. સુકેલે જેલમાંથી અભિનેત્રીને એક પત્ર લખ્યો છે જેમાં તેણે આ જાહેરાત કરી છે. આ પત્રમાં સુકેશે 'તૌબા તૌબા' ગીતનો પણ ઉલ્લેખ કર્યો છે.
એક અહેવાલ મુજબ, સુકેશે જેકલીનની ફિલ્મ કિકના ગીત હેંગઓવરનો સંદર્ભ આપતા પત્ર લખ્યો છે. તેણે પત્રમાં લખ્યું- "મારી બોમા જેક્લીન, બેબી ગર્લ, હું ખૂબ જ ઉત્સાહિત છું, તારા જન્મદિવસના 30 દિવસ બાકી છે, રાહ જોઈ શકતો નથી, આ દિવસ મારો વર્ષનો ફેવરિટ દિવસ છે, એક સેલિબ્રેશન જે મને જોઈને આનંદ થાય છે. તારી બ્યુટીફૂલ સ્માઇલ, તે એકમાત્ર વસ્તુ છે જેને જોઈને મારું દીલ પીગળી જાય છે."
સુકેશે આગળ લખ્યું કે હું કહેવા માંગુ છું કે મને તારો 'હેંગઓવર' છે. પત્રમાં સુકેશે લખ્યું, "તું જે રીતે બોલે છે, સ્માઇલ કરે છે, હગ કરે છે, અને મારા માટેનો તારો પ્રેમ, તારો ગુસ્સો જે સેકંડમાં ગાયબ થઈ જાય છે, તારી આંખો, મને દરેક વસ્તુનું હેંગઓવર છે. બેબી, હું બધા પાયાવિહોણા આરોપોથી સાફ થઈ જઈશ. હું માત્ર આશા રાખું છું કે આપણે સાથે પ્રેમમાં પાગલ થઈશું."
આ જ પત્રમાં જેકલીનના ફેન્સને મેસેજ આપતા તેણે લખ્યું છે કે જે પણ જેકલીનના વિડિયો ગીત 'યમ્મી યમ્મી'ને આજથી 30 દિવસ સુધી સપોર્ટ કરશે તેને ગિફ્ટ મળશે. સુકેશે કહ્યું છે કે ગીતને સપોર્ટ કરનારા 100 વિજેતાઓને iPhone 15 Pro આપવામાં આવશે. જેકલીનના જન્મદિવસે વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવશે. તેણે લખ્યું કે, "iPhone 15 Proના 100 વિજેતાઓના નામની જાહેરાત મારી બેબી જેકલીનના જન્મદિવસ પર કરવામાં આવશે."
સુકેશે કરણ ઔજલાનું ગીત 'તૌબા તૌબા' પણ જેકલીનને ડેડીકેટ કર્યું છે. તેણે પત્રમાં લખ્યું છે કે, મારા ભાઈ કરણ ઔજલા, તૌબા-તૌબા બહુ સારું ગીત છે. લોટસ ઓફ લવ માય બૂ."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech