ભરચક સ્ટેડિયમમાં ઘૂંટણિયે બેસીને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવું ભારે પડ્યું, ગણતરીની સેકેંડમાં હાલ થયા બેહાલ !

  • April 26, 2023 06:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં એક અલગ પ્રકારનું પ્રપોઝલ વાયરલ થયું છે, જેમાં એક વ્યક્તિએ સ્ટેડિયમમાં બેઝબોલ મેચની વચ્ચે પોતાની ગર્લફ્રેન્ડને કોઈ પણ પ્રકારના ડર વગર પ્રપોઝ કર્યું હતું.


આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં જોઈ શકાય છે કે જ્યારે સ્ટેડિયમમાં બેઝબોલ મેચ ચાલી રહી હતી ત્યારે હજારો દર્શકો સ્ટેડિયમમાં હાજર હતા. આ વીડિયો રિકાર્ડો જુઆરેઝ નામના વ્યક્તિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો અમેરિકાના લોસ એન્જલસના ડોજર સ્ટેડિયમનો છે. એક માણસ સ્ટેડિયમમાં તેની ગર્લફ્રેન્ડ રેમોના સાવેદ્રાને પ્રપોઝ કરતો જોવા મળે છે. હજારો દર્શકોની ભીડ વચ્ચે, તે માણસ ચુપચાપ ઊભો થાય છે, મેદાનની મધ્યમાં પ્રવેશ કરે છે અને ઘૂંટણિયે બેસી જાય છે. આ પછી, રિંગ કાઢીને તે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનું શરૂ કરે છે. તારે જ સિક્યોરિટી ગાર્ડ  આવીને યુવકને પકડી લે છે. વિડીયો વાઇરલ થાય બાદ લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
​​​​​​​

સ્ટેડિયમની વચ્ચે એક પુરુષ દ્વારા તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનો વિચાર ઘણા લોકોને પસંદ આવી રહ્યો છે, તો ઘણા લોકોએ તેને ખોટો ગણાવ્યો છે. એક યુઝરે કહ્યું કે આ બીજું કંઈ નથી પરંતુ પબ્લિસિટી સ્ટંટ છે. તો ત્યાં એકે કહ્યું કે જે થયું તે સારું છે. એકે કહ્યું કે કમસે કમ ગર્લફ્રેન્ડે તો પ્રપોઝ બા હા પડી દીધી છે. ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યા પછી, વ્યક્તિએ કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે ગર્લફ્રેન્ડે પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. હવે એક વ્યક્તિને પ્રપોઝ કરવાની રીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે લોકોએ આવી વસ્તુઓ કરવાથી બચવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application