ISIS ભારતીય યુવાનોનું કરી રહ્યું છે બ્રેઈનવોશ, બોમ્બ બ્લાસ્ટ મામલે માલદીવ સાથે કનેક્શન હોવાનો દાવો

  • January 10, 2024 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દિલ્હી પોલીસની કસ્ટડીમાં આઇએસઆઇએસ આતંકી શાહનવાઝ આલમની પૂછપરછ કર્યા બાદ હવે તપાસ એજન્સીઓ માલદીવની એક શંકાસ્પદ મહિલાને શોધી રહી છે. શાહનવાઝની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ૨ ઓક્ટોબરે દિલ્હીથી ધરપકડ કરી હતી. પાકિસ્તાનમાં બેઠેલા તેના બોસ અબુ સુલેમાન સિવાય શાહનવાઝ માલદીવની એક મહિલાના સંપર્કમાં હતો. શંકાસ્પદ મહિલાએ આ માઈનિંગ એન્જિનિયર શાહનવાઝનું બ્રેઈનવોશ કર્યું હતું.

પૂછપરછ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે મહિલા મારફતે સીરિયાના ‘અલ હવાલ કેમ્પ’માં પૈસા મોકલવામાં આવ્યા હતા. આ કેમ્પ આઇએસઆઇએસના આતંકવાદીઓનું સૌથી મોટું ઠેકાણું છે. આ કેમ્પમાં આઇએસઆઇએસ આતંકીઓના પરિવારો પણ રહે છે. શાહનવાઝે કેરળમાં હાજર એક શિક્ષક દ્વારા ગૂગલ પે દ્વારા સીરિયન કેમ્પમાં ૧ લાખ ૪૦ હજાર રૂપિયા મોકલ્યા હતા. આ પૈસા તેણે તેની પત્ની બસંતીના ખાતા દ્વારા મોકલ્યા હતા.
​​​​​​​

માલદીવની આ મહિલા દ્વારા સીરિયા કેમ્પ સાથે શાહનવાઝનું કનેક્શન સામે આવ્યું છે, જેના કારણે એજન્સીઓ પણ ચોકી છે. આઇએસઆઇએસ ભારતમાં યુવાનોને તેની મહિલા સૈનિકો દ્વારા બ્રેઈનવોશ કરીને ભરતી કરી રહ્યું છે. આ ઉપરાંત આતંકવાદી સંગઠન ભારતમાં આતંક ફેલાવવા માટે આ ઓન ગ્રાઉન્ડ વર્કરોનો ઉપયોગ કરી રહ્યું છે. શાહનવાઝના ખુલાસા બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.

આ પહેલા આતંકી શાહનવાઝ આલમે ખુલાસો કર્યો હતો કે આઇએસઆઇએસના ઈશારે આતંકીઓ ગુજરાતમાં મોટા બોમ્બ બ્લાસ્ટ કરવા જઈ રહ્યા હતા. ગુજરાતના અનેક શહેરો આતંકવાદી સંગઠનના નિશાના પર હતા. શાહનવાઝે જણાવ્યું કે તેમના હેન્ડલર અબુ સુલેમાનના નિર્દેશ પર બે આતંકવાદીઓએ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સુરતને ઘેરી લેવાનો નિર્ણય કર્યો હતો. આ હુમલો ગોધરા રમખાણોનો બદલો લેવા માટે કરવાનો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application