શુભમન ગિલને ઊંઘવા દેતો નથી ઈશાન કિશન, મેચ બાદના ઇન્ટરવ્યુમાં આ ક્રિકેટરે ખોલ્યા ખેલાડીઓના રાઝ !

  • January 20, 2023 06:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામેની ભારતની શાનદાર ODI જીતમાં શુભમન ગીલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે બેવડી સદી ફટકારીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા. BCCIએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં રોહિત શર્મા, ઈશાન કિશન અને શુભમન રસપ્રદ ઈન્ટરવ્યુ લેતા જોવા મળી રહ્યા છે. આ ઈન્ટરવ્યુમાં શુભમ અને ઈશાને ઘણા રસપ્રદ રહસ્યો જાહેર કર્યા હતા.


આ દરમિયાન, રોહિતે મજાકમાં ઈશાન કિશન તરફ જોયું અને કહ્યું કે તે અહીં શું કરી રહ્યો છે.


ઈશાને શુભમનને પૂછ્યું કે તારી મેચ પહેલાની દિનચર્યા શું છે? આના પર શુભમને જવાબ આપ્યો, ઇશાન કિશન મારી મેચ પહેલાની દિનચર્યા બગાડે છે. મને ઊંઘવા નથી દેતો તેને iPad પર ઇયરપોડ્સ હોવું જરૂરી નથી. તે ફુલ વોલ્યુમમાં ફિલ્મ જોશે, અને આપડે કહીશું કે  ભાઈ તારો અવાજ ઓછો કર. તો તે કહે છે કે તમે મારા રૂમમાં સૂઈ જાઓ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application