ઈશા અંબાણીએ તેનું ઘર લગભગ રૂ. 500 કરોડ ($61 મિલિયન)માં વેચી દીધું છે. આ ઘર અમેરિકાના લોસ એન્જલસના પોશ વિસ્તાર બેવર્લી હિલ્સમાં આવેલું છે. ઈશા અંબાણીના આ બંગલાને હોલીવુડના ફેમસ કપલ જેનિફર લોપેઝ અને બેન એફ્લેકે ખરીદ્યો છે.
ઈશા અંબાણીના આ ઘરમાં 12 બેડરૂમ, 24 બાથરૂમ, ઇન્ડોર પિકલબોલ કોર્ટ, જિમ, સલૂન, સ્પા, 155 ફૂટનો પૂલ અને બીજી ઘણી આધુનિક સુવિધાઓ છે. જ્યારે ઈશા અંબાણી પ્રેગ્નન્ટ થઈ ત્યારે તેણે પોતાનો મોટાભાગનો સમય આ ઘરમાં જ પસાર કર્યો હતો. આ ઘરમાં તેની માતા નીતા અંબાણી પણ તેની સાથે રહેતી હતી. હવે તેણે તેને વેચવાનો નિર્ણય કર્યો છે. જેનિફર લોપેઝ અને બેન એફ્લેકે આ ઘર ખરીદ્યા બાદ આ ડીલ ચર્ચામાં આવ્યા છે. આ ઘર અંદાજે 5.2 એકરમાં ફેલાયેલું છે. તેમાં તમામ લક્ઝરી સુવિધાઓ છે. ઘરની બહાર એક પેવેલિયન, કિચન અને લૉન પણ છે.
રિપોર્ટ અનુસાર, બેવર્લી હિલ્સના આ બંગલાની ડીલ થઈ છે. અંબાણી પરિવારના ઘર હંમેશા સમાચારોમાં રહે છે. મુકેશ અંબાણીએ મુંબઈમાં બહુમાળી ઘર પણ બનાવ્યું છે. તે એન્ટિલિયા તરીકે ઓળખાય છે. ઈશા અંબાણીએ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા છે. આનંદના માતા-પિતા અજય પીરામલ અને સ્વાતિ પિરામલે તેને 2018માં લગ્નની ભેટ તરીકે મુંબઈમાં એક વૈભવી ઘર આપ્યું હતું, જે 'ગુલિતા' તરીકે ઓળખાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ચર્ચામાં રહેલી તુર્કીના રાષ્ટ્રપતિની પુત્રી સુમેય એર્દોગન કોણ છે?
May 17, 2025 04:35 PMમહિલા કોલેજ સર્કલમાં અઢી લાખની માટી નખાયા બાદ તંત્રને લાગ્યુ કે ગારો થશે
May 17, 2025 04:22 PMભાવનગરના વેપારીને અમદાવાદના શખ્સે અર્ધા લાખનો ચૂનો ચોપડ્યો
May 17, 2025 04:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech