બીસીસીઆઈના અધિકારીઓ અચાનક યુએઈ પહોચતા અટકળો શરુ : ચૂંટણી તારીખોની ચકાસણી બાદ શેડ્યૂલ થશે નક્કી
ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન શરૂ થઈ રહી છે. આઈપીએલનું સંપૂર્ણ શિડ્યુલ હજુ આવ્યું નથી. બીસીસીઆઈએ માત્ર 21 મેચોના કાર્યક્રમની જાહેરાત કરી છે, તેનું કારણ આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી છે. હવે એવા સમાચાર છે કે બીસીસીઆઈ આઈપીએલના બીજા તબક્કાના મેચ ભારતની બહાર યુએઇમાં ખસેડી શકે છે. એક અહેવાલમાં આ અંગેની માહિતી હાલ આ સામે આવી છે. સૂત્રએ કહ્યું છે કે બીસીસીઆઈના કેટલાક ટોચના અધિકારીઓ હાલમાં યુએઈમાં છે અને બાકીની આઈપીએલ મેચો ભારતની બહાર ખસેડવી જોઈએ કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરાઈ છે. હવે આ તારીખોની ચકાસણી કર્યા બાદ અનુકુળતા મુજબ આઈપીએલની બાકીની મેચોના શેડ્યૂલ અંગે નિર્ણય લેવામાં આવશે. જોકે ચૂંટણીના કારણે બીસીસીઆઈને આઈપીએલના આયોજનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ કારણોસર ભારતીય બોર્ડ આઈપીએલને હટાવવાનું વિચારી રહ્યું છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે હાલમાં બીસીસીઆઈના કેટલાક ટોચના અધિકારીઓ દુબઈમાં છે અને ત્યાં આઈપીએલના બીજા હાફના આયોજનની શક્યતાઓ શોધી રહ્યા છે. અત્યાર સુધી બીસીસીઆઈએ 22 માર્ચથી 7 એપ્રિલ સુધીની મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બાકીની મેચોની હજુ રાહ જોવાઈ રહી છે. જો સેકન્ડ હાફ બહાર રમાય તો મેચો વચ્ચે ગેપ થઈ શકે છે.
એવી પણ શક્યતા છે કે આઈપીએલ છેલ્લા તબક્કા માટે ભારતમાં પાછી આવી શકે છે એટલે કે પ્લેઓફ અને ફાઈનલ ભારતમાં જ યોજાશે. જ્યારે પણ લોકસભાની ચૂંટણી થાય છે ત્યારે આઈપીએલના આયોજનમાં સમસ્યા સર્જાય છે. 2009માં જ્યારે બીજી આઈપીએલ સિઝન થઈ ત્યારે સમગ્ર લીગ દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી. આ પછી, જ્યારે 2014 માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે આઈપીએલનો પહેલો ભાગ યુએઇમાં યોજવામાં આવ્યો હતો અને બીજો ભાગ ભારતમાં રમાયો હતો. જો કે, 2019 માં, લોકસભા ચૂંટણી પછી પણ, સમગ્ર આઈપીએલ ભારતમાં જ યોજાઈ હતી. કોવિડના સમયમાં પણ બીસીસીઆઈએ યુએઇમાં આઈપીએલનું આયોજન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech