વાંકાનેર બોગસ ટોલનાકામાં પાટીદાર અગ્રણી પુત્ર, સરપંચને કોની હતી ઓથ?

  • December 05, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર નજીક ખાનગી રીતે ચાલતાં બોગસ વઘાસિયા ટોલનાકા પ્રકરણ બાબતે તંત્રની મીઠી નજર હેઠળ સરકારી ટોલનાકાને બાયપાસ કરી ખાનગી માલિકીની જમીનમાં રસ્તો બનાવી કેટલાક માાભારે શખ્સો દ્વારા ખાનગી ટોલનાકું ઉભું કરી વાહન ચાલકો પાસેી ખાનગી ટોલ ઉઘરાણીનો પર્દાફાશ તાં ભારે હોબાળો મચી ગયો છે જે પ્રકરણમાં પાંચ શખ્સો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ભાજપ અગ્રણી તા પાટીદાર અગ્રણીના પુત્ર સહિતના મોટા માાઓનો સમાવેશ તાં ખળભળાટ મચી ગયો છે. 
જેથી આ બાબતે કોઈપણ જાતની સત્તા કે અધિકાર વગર આરોપીઓએ પોતે બનાવેલ ગેરકાયદેસર રસ્તા ઉપરી મોરબી-વાંકાનેર નેશનલ હાઈ-વે ઉપર પસાર તા વાહનોને બળજબરીથી લઈ જઈ આ વાહનોને ટોલ પ્લાઝા બાયપાસ કરાવી ગેરકાયદેસર રીતે પહોંચ આપ્યા વગર પોતાની મરજી મુજબ ટોલની ઉઘરાણી કરી સરકાર દ્વારા સંચાલિત ટોલ કંપની તાથા ખાનગી વાહન ચાલકો સો છેતરપીંડી કરતા અમરશી જેરામભાઈ પટેલ (વ્હાઈટ હાઉસ સિરામીકના ઓોરાઈઝ), રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા (રહે. તમામ વઘાસિયા) અને તેમની સોના અજાણ્યા માણસો સામે પોલીસે આઈપીસી કલમ ૩૮૪, ૪૦૬, ૩૨૦, ૫૦૬(૨), ૩૪ મુજબ ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ  કરી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવમાં આરોપી ધર્મેન્દ્રસિંહ ઝાલા વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ, ભાજપ  અગ્રણી અને વઘાસિયા ગામના સરપંચ હોય તેમજ આરોપી અમરશી પટેલ ઉમિયાધામ સંસ-સિદસરના પ્રમુખ જેરામભાઈ પટેલના પુત્ર હોય, જેી આ રાજકીય તા સામાજિક મોટા માાઓ સામે આગામી સમયમાં કડકમાં કડક કાર્યવાહી કરશે કે કેમ તે પ્રશ્ર્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. 
વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ, ભાજપ અગ્રણી અને વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા તા તેનો ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા વઘાસિયા ગામમાં ટોલનાકુ બાયપાસ ાય તે રીતે ગેરકાયદેસર રસ્તો બનાવી વાહન ચાલકો પાસેી ખોટી રીતે નાણા વસુલી સરકાર દ્વારા સંચાલિત વઘાસિયા ટોલનાકા ઉપર ટોલ ઉઘરાવાની સત્તા ધરાવતી બામણબોર ટોલવેઝ પ્રા.લિ.ને ર્આકિ નુકસાન પહોંચાડી રહ્યા હતા. 


દોઢ વર્ષથી ધમધમતું ટોલનાકું, અંધેર તંત્ર
૨૭-નેશનલ હાઈવે પરના વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા આવેલું છે. આ નેશનલ હાઈવે પરથી હજારો વાહનો પસાર થાય છે. પરંતુ ઘણાં વાહન ચાલકો ટોલ બચાવવા માટે ટોલનાકાની બાજુમાં આવેલા ગામમાંથી પસાર થવાની કુટેવ ધરાવતા હોય છે ત્યારે વાહન ચાલકોની કુટેવનો લાભ લઈને માથાભારે તત્વો દ્વારા કમાણી કરવાનો કીમીયો અપનાવવામાં આવ્યો છે. જયાં ટોલ નાકા નજીક બંધ કારખાનામાંથી રસ્તો કાઢી ટોલ ઉઘરાવવામાં આવતો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. દોઢ વર્ષથી તંત્ર કયાં હતું ? તેવા પ્રશ્ર્નો પણ ઉભા થયા છે. 


તંત્ર અને પોલીસની કામગીરી સામે સવાલો
કંટ્રોલ ઓફ નેશનલ હાઈવેઝ (લેન્ડ એન્ડ ટ્રાફિક) એક્ટ ૨૦૦૨ મુજબ હાઈવે એડમિનિસ્ટ્રેશન દ્વારા પરવાનગી સિવાય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરી કોઈપણ ખાનગી મકાન, ખેતર, ખાનગી મિલકત, ઈંધણ સ્ટેશન પર સીધી પહોંચની કોઈ જોગવાઈ ની. છતાં પણ આ રીતે ગેરકાયદેસર ટોલનાકુ બનાવીને માાભારે તત્વો દ્વારા દૈનિક વાહન ચાલકો પાસે ઉઘરાણી કરવામાં આવતા તંત્ર અને પોલીસની કામગીરી સામે સવાલો ઉભા ઈ રહ્યા છે જ્યાં એક તરફ પોલીસ સબ સલામત હોવાના પોકળ દાવા કરી રહી છે. ત્યારે આ પ્રકારે છેલ્લા  ઘણા સમયી ગેરકાયદેસર રીતે કારખાનાની અંદર આ ટોલનાકુ ધમધમી રહ્યું છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ મામલે તંત્ર અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે?


કલેક્ટરે વાંકાનેર પ્રાંત અધિકારીને તપાસ સોંપી
ગેરકાયદેસર ટોલનાકાના ગોરખધંધાનો ખુલાસો યા બાદ તંત્રના પગ તળે રેલો આવ્યો હોય કેટલાય સમયી ધમધમતા ગેરકાયદેસર ટોલનાકા મામલે હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે કલેક્ટર દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવવી છે જેમાં ડીવાયએસપી પણ તપાસમાં જોડાય તેવી માહિતી પ્રાપ્ત ઈ છે પગ તળે રેલો આવ્યા બાદ મામલતદારની ટીમ બામણબોર ટોલનાકાની વિઝીટ કરી રવાના ઈ હતી તો કેમેરા સામે મૌન સાધી લીધું હતું.


બંધ કારખાનામાં બાયપાસનો રસ્તો બનાવી દીધો
વાંકાનેર નજીક વઘાસીયા પાસે છેલ્લ ા દોઢ વર્ષથી વધારે સમયથી સરાજાહેર ચાલતા ખાનગી બોગસ ટોલનાકા પ્રકરણ મામલે પોલીસ કર્મચારી યશપાલીસિંહ પરમારે ફરિયાદી બની વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેર નજીક આવેલા વઘાસીયા ટોલનાકાની બાજુમાં પુર્વ દિશાએ આવેલ વ્હાઈટ હાઉસ સીરામીક ફેકટરી છેલ્લ ા દોઢ વર્ષથી બંધ હાલતમાં હોય જેમાં વ્હાઈટ હાઉસ સીરામીક શેઠ-૧ અમરશી જેરામભાઈ પટેલ વઘાસીયા ગામના રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા તથા હરવિજયસિંહ જયુભા ઝાલા તથા તેના મળતીયા માણસો ભેગા મળી કારખાનામાં વઘાસીયા ટોલનાકુ બાયપાસ થઈ જાય તેવી રીતે ગેરકાયદેસર રસ્તો બનાવી વાહન ચાલકોને બળજબરીથી અહીંથી પસાર કરી તેની પાસે મરજી મુજબ ટોલપ્લાઝા દ્વારા નિયત કરેલ દર કરતા ઓછા ટોલ ઉઘરાવી ગેરકાયદેસર કૃત્ય કરી બામણબોર ટોલવેઝ પ્રા.લી.ને આર્થિક નુકસાન પહોંચાડી પોતે આર્થિક લાભ મેળવતા હતા.


દરરોજની લાખોની કમાણી ટોલટેક્સ ઉઘરાવવા માાભારે માણસો રાખ્યા’તા
વઘાસિયા ટોલ પ્લાઝા પાસે છેલ્લા  દોઢ વર્ષી ગેરકાયદેસર ટોલનાકું ઉભું કરી દેવાયું છે જાણવા મળતી વિગત અનુસાર ટોલ પ્લાઝા નજીકની વ્હાઈટ હાઉસ નામની ફેક્ટરીના સંચાલકે પોતાની પ્રીમાઈસીસમાંી નાના મોટા હજારો વાહનોને રોજ આવન-જાવન માટે રસ્તો બનાવી દીધો છે અને ત્યાં ઓછો ટોલ ઉઘરાવવામાં આવતા વાહન ચાલકોને તો ઘી કેળાં ઈ ગયા છે. વ્હાઈટ હાઉસ નામની ફેક્ટરી અને વઘાસિયા ગામના અમુક માાભારે શખ્સો દ્વારા નાના મોટા હજારો વાહનોને આવન-જાવન કરવા માટે ટોલ પ્લાઝાના નામે ઉઘરાવવામાં આવતા રોજના લાખો ‚પિયા ઉઘરાણી ઈ રહી છે. અલબત્ત ગેરકાયદેસર ટોલનાકાના અહેવાલો પ્રસારિત તાં હાલ ફેક્ટરીનો ગેટ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application