પટેલ કોલોનીમાં કૂતરાઓનો અસહ્ય ત્રાસ: લોકો પરેશાન

  • March 17, 2023 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પોસ વિસ્તાર એવા પટેલ કોલોની શેરી નં. ૬ મેઇન રોડ પર ર૪ કલાક કૂતરાનો સતત હાહાકારથી સ્થાનિક રહેવાસીઓ કૂતરાઓના સતત ભસતા રહે છે અને મોટર કાર તથા ટુ વ્હીલર મોટર ચાલકો પાછળ ગમે ત્યારે એવી રીતે ભસતા દોડતા હોવાજી વાહનચાલકો તેમજ રાહદારી વૃઘ્ધો તથા જુવાનનોની કુતરા પાછળ દોડતા શ્ર્વાસ અધર થઇ જાય છે.


પટેલ કોલોની શેરી નં. ૬ યુ.એસ. પીઝાથી લઇ અમૂલ ડેરી, શોપ સુધી કુતરાઓ (શ્ર્વાન) એક બે નહીં પરંતુ એકી સાથે આઠ દસ કુતરાઓ જાણે નાના મોટા વાહન ચાલકો, રાહદારીઓની પાછળ એવી રીતે દોટ મુકશે, વાહનચાલક કે રાહદારીને કાયદેસર મુઠીયુ વાળવા મજબુર કરી આપે છે. તો અમુક લોકોના કાયદેરસ બીપી વધી જાય છે. તો અમુક લોકો શ્ર્વાસોશ્ર્વાસ અઘ્ધર થઇ જાય છે. કુતરાઓ વ્હેલી સવારના ૬ વાગ્યાથી લોકોની પાછળ દોડવાના અને ભસવાના ત્રાસથી રાહદારીઓ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.


કુતરાઓ વહેલા સવારના ૬ વાગ્યાથી લોકોની પાછળ દોડવાનું અને ભસવાનું ચાલુ કરે છે. જે વ્હેલી સવાર, બપોર, સાંજ અને મઘ્યે રાત્રિ સુધી આમ ર૪ કલાકનો કુતરા શ્ર્વાસનનો રોજીંદો ત્રાસ દિવસ દિવસે વધી ગયો છે. આ ત્રાસમાંથી મહાપાલિકા વ્હેલાસર છોડાવે તેવી સ્થાનિક રહેવાસીઓની પ્રબળ માંગ ઉઠી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application