જામનગર: પોસ્ટ વિભાગ માટે ડાયરેકટ એજન્ટની ભરતી માટે મંગળવારે ઇન્ટરવ્યુ
અધિક્ષક ડાકઘર, જામનગર વિભાગ, જામનગર દ્વારા પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સના કાર્ય માટે ડાયરેકટ એજન્ટની પસંદગી કરવાના હેતુસર વોક ઇન ઇન્ટરવ્યફુનું તા.૧૨-૫-૨૬ના સવારે ૧૧ કલાકે અધિક્ષક ડાકઘરની કચેરી, બીજા માળે, હેડ પોસ્ટ ઓફિસ બીલ્ડીંગ, ચાંદી બજાર, જામનગર ખાતે આયોજન કરવામાં આવેલછે. આથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ધો.૧૦ પાસ કરેલ હોય તેવા ઉમેદવાર અને શહેરી વિસ્તારમાં રહેતા ધો.૧૨ પાસ ઉમેદવારે નિર્ધારિત તારીખે અને સમયે પોતાના બાયોડેટા, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ તેની પ્રમાણિત નકલો અને બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ઉપર જણાવેલ તારીખે અને સમયે હાજર રહેવા જણાવાયું છે.
ઉપરાંત પીએલઆઇ-આરપીએલઆઇના કાર્ય માટે ફિલ્ડ ઓફિસરની પણ નિમણુંક કરવાની છે. જેના માટે કોઇપણ નિવૃત કેન્દ્ર તેમજ રાજય સરકારી કર્મચારી, ગ્રામીણ ડાક સેવક અરજી કરી શકે છે તો ઇચ્છુક વ્યકિતઓએ ઉપરોકત દર્શાવેલ તારીખે પોતાના નિવૃતિના પુરાવા, આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ તેની પ્રમાણિત નકલો અને પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ સાથે હાજર રહેવા જણાવાયું છે.