જામનગર: સલાયામાં પકડાયેલા ૫૦૦ કરોડના હેરોઇનમાં આંતરરાષ્ટ્રીય નેટવર્ક ખુલ્યું
તપાસ એજન્સી એનઆઇએનો ઘટસ્ફોટ: દિલ્હી, પંજાબ, ચંદીગડથી સંચાલીત અને વાયા ગુજરાત ચાલતા ડ્રગ્સ નેટવર્કના મુળ પાકિસ્તાન, ઇટાલી, ઓસ્ટ્રેલીયા, ઇરાન, યુએઇ અને થાઇલેન્ડ સુધી વિસ્તરેલા તાર: એનઆઇએ દ્વારા ચાર્જશીટ
આશરે ૫ વર્ષ પહેલા સલાયામાં પકડાયેલ ૫૦૦ કરોડના હેરોઇન પ્રકરણમાં એનઆઇએની તપાસમાં ચોકાવનારો ઘટસ્ફોડ થયો છે, આ ડ્રગ્સનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ખુલ્યુ છે અને તેના તાર દિલ્હી, પંજાબ, ચંદીગડથી સંચાલીત અને વાયા ગુજરાત ચાલતા ડ્રગ્સ નેટવર્કના મુળ પાકિસ્તા, ઇટાલી, ઓસ્ટ્રેલીયા, ઇરાન, યુએઇ અને થાઇલેન્ડ સુધી વિસ્તરેલા હોવાનું સામે આવ્યુ છે. તપાસ એજન્સી એનઆઇએ દ્વારા ચાર્જશીટ કરવામાં આવી છે અને ડ્રગ્સના સિન્ડીકેટના સુત્રધાર તેમજ પાકિસ્તાનથી દરીયાઇ માર્ગે ડ્રગ્સ દાણચોરીનું સંચાલન કરનાર એ પછી હેરાફેરી અને હવાલા નેટવર્કના કનેકશનો તપાસ દરમ્યાન બહાર આવ્યા છે અને ગુજરાતથી વિદેશ સુધી આ નેટવર્કમાં સંડોવાયેલા શખ્સો બાબતે વિગતો સામે આવી છે અને તપાસ એજન્સી દ્વારા ધમધમાટ આદરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૦માં જામનગર નજીક સલાયાના દરિયાકાંઠેથી ૫૦૦ કરોડનું હેરોઇન પકડાયુ હતું, હેરોઇનની દાણચોરી પંજાબ રાજયમાં નશાખોરી માટે થતી હોવાની પ્રાથમિક વિગતો હતી પરંતુ નેશનલ ઇન્વેસ્ટીગેશનના બ્યુરોની તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયો છે ખરેખર, ૫૦૦ કરોડનું હેરોઇન મોકલવાનુ કારસ્તાનન નાર્કો ટેરરિઝમનો હિસ્સો હતું, ગુજરાતના દરીયાકાંઠેથી ઘુસાડતી ડ્રગ્સ કોર્ટલ ભારતના દિલ્હી પંજાબ અને ચંદીગઢ ઉપરાંત પાકિસ્તાન, ઇટાલી, ઓસ્ટ્રેલીયા, યુએઇ, ઇરાન સહિતના દેશોમાં વિસ્તરેલી છે, ડ્રગ્સના વેચાણથી થતી આવકનો ઉપયોગ આતંકવાદી પ્રવૃતિઓને ભંડોળ આપવા માટે કરવામાં આવતો હતો.
નાર્કો-ટેરર નેટવર્કના ભારતના સુત્રધાર તરીકે અંકુશ કપુર નામના શખ્સનું નામ ખુલ્યુ હતું ડ્રગ્સ ઉતારવાથી માંડી સંગ્રહ વેચાણનું નેટવર્ક સંભાળતા અંકુશ કપુરની અમૃતસરમાં આવેલી મિલકતો તાજેતરમાં એનઆઇએ દ્વારા એટેચ કરવામાં આવી છે, આ કેસમાં છ વર્ષની તપાસ દરમિયાન કુલ ૨૬ આરોપી સામે એનઆઇએ દ્વારા ચર્જશીટ કરવામાં આવી છે.
સિન્ડિકેટના માસ્ટર માઇન્ડ તરીકે સિમરનજીત જણાયો છે અને ભાઇજાન તરીકે ઓળખાતો તારિક નામનો શખ્સ પાકિસ્તાનથી ભારતમાં દરિયાઇ માર્ગે હેરોઇનની દાણચોરીનું સંચાલન અને સંકલન કરતો હતો ઓસ્ટ્રેટલીયામાં રહેતો તનવીર બેદી સામે ડ્રગ્સ હેરાફેરી અને હવાલા નેટવર્ક સહિતના આરોપી મુકાયા છે.
સલાયાથી ગુજરાત એટીએસએ પકડેલા હેરોઇન અંગે ચાર્જશીટ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય નેટવર્ક જણાતા તપાસ એજન્સી એનઆઇએ ઉંડી તપાસ કરી ૨૬ આરોપી સામે તબકકાવાર ચાર્જશીટ કરી હતી, જો કે આ કેસમાં હજુ આઠ આરોપીઓની શોધખોળ ચાલે છે એનઆઇએ ઉંડી તપાસ કર્યા પછી આઠમી પુરક ચાર્જશીટમાં ગુજરાતના દરીયાકાંઠેથી ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા પાછળ નાર્કો-ટેરરનું કાવતરુ હોવાનુ પ્રસ્થાપિત કર્યુ છે, નાર્કો-ટેરર નેટવર્ક ઇટાલી, ઓસ્ટ્રેલીયા, ઇરાનમાં ફેલાયેલ છે ભારતમાં તેનુ સંચાલન થાઇલેન્ડ, પાકિસ્તાન અને યુએઇથી કરાઇ રહયુ હોવાનુ એનઆઇએની તપાસમાં ખુલ્યુ છે ગુજરાતથી ડ્રગ્સ ઘુસાડી ભારતમાં વેચી એ જ પૈસાથી આતંકવાદ પોષવાના કેસની તપાસ હજુ ચાલુ જ છે.