૧૩ જુલાઈ સુધી જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન બાજવા સ્ટેશન સુધી જશે
૧૩ જુલાઈ સુધી જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન બાજવા સ્ટેશન સુધી જશે
July 11, 2026 01:34 PM
૧૩ જુલાઈ સુધી જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન બાજવા સ્ટેશન સુધી જશે
વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૪ અને ૫ ના એક્સટેન્શન ના સિવિલ વર્ક વગેરે કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે પ્રભાવિત થનારી રાજકોટ ડિવિઝન સંબંધિત ટ્રેનોની વિગત આ મુજબ છે:
૧) ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન તારીખ ૧૧ જુલાઇ થી લઈને ૧૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (આંશિક રીતે શરૂ) કરવામાં આવશે તથા વડોદરા-બાજવા વચ્ચે રદ રહેશે.
૨) ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન તારીખ ૧૧ જુલાઇ થી લઈને ૧૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે તથા બાજવા-વડોદરા વચ્ચે રદ રહેશે.